આપ દ્વારા સયાજીગંજ બેઠકનું નામ જાહેર કરવામાં જે વિલંબ થઈ રહ્યો હતો તેથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
પરંતુ આજે સ્વેજલ વ્યાસના નામની જાહેરાત થતાં જ, બધી અટકળોનો અંત આવી ગયો હતો.
છેલ્લા ઘણા સમયથી જનતાના પ્રશ્નોને લઇને તેઓ સક્રિય રહ્યા હતા. તે પછી દૂધનો ભાવ વધારો હોય કે પેટ્રોલનો ભાવ વધારો. તેમણે રખડતા ઢોર કે ખરાબ રસ્તાના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.
તેમણે અને તેમની ટીમે ઘણા સમયથી બંધાઈ રહેલા મનીષા ગેંડા સર્કલ ફ્લાય ઓવરને લીધે પડતી મુશ્કેલીઓ સામે પણ અવાજ ઉઠાવ્યો હતો.
તેમણે નીડર થઈને ભાજપ સરકાર વિરુદ્ધ અનેક આશ્ચર્યજનક કાર્યક્રમો આપ્યા હતા. જેને લઇને તેમને પોલીસ સ્ટેશનના ચક્કર પણ ખાવા પડ્યા હતા. પરંતુ કોઈ પણ દબાણને વશ થયા વગર તેમને પ્રજાનો અવાજ ઉઠાવવાનો ચાલુ રાખ્યો.
આજે તેમના આજ કામોની નોંધ લેવાઈ અને AAP દ્વારા સયાજીગંજ બેઠક માટે તેમને જાહેર કરવામાં આવ્યા છે.
હવે, આ બાજુ કોંગ્રેસ દ્વારા અમી રાવતના નામની ઘોષણા પહેલથી કરી દેવામાં આવી છે.
ભાજપ હવે સયાજીગંજ બેઠક માટે કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે એ જોવાનું રહ્યું. સયાજીગંજ બેઠક પર ત્રિપાંખિયો જંગ બને તો નવાઈ નહી.