પેપર લીક મુદ્દે ભાજપ કાર્યાલય કમલમ (BJP office Kamalam) ખાતે AAP કાર્યકરોએ “ભાજપ અને પોલીસની હાય હાય” બોલાવતા સામસામે મારામારી અને લાકડીઓ ઉઠી
AAP ના 8 અને ભાજપના 6 કાર્યકરોને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા. AAP ના 6 નેતા સહિત 500ના ટોળા સામે પોલીસે FIR દાખલ કરી.
ગુજરાતમાં હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજકીય તમાશો સર્જાયો જેમાં 500 થી વધુ AAP કાર્યકરો કમલમ ખાતે વિરોધમાં જોડાયા હતા.
AAP નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા કાર્યકરો (AAP leaders Isudan Gadhvi and Gopal Italia) સાથે કમલમમાં ધસી જઈ ધરણા પર બેસ્યા હતા. ધરણા દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના કર્યકર્તાઓ વચ્ચે મારામારી થતાં પોલીસ દોડી આવી હતી.
તણાવની સ્થિતિને કાબૂમાં લાવવા પોલીસે લાઠીચાર્જ કર્યો જેમાં BJP અને AAPના કેટલાક નેતાઓ અને કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા સહિત AAPના અન્ય કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
AAPના નેતાઓ કમલમમાં ઘુસી આવ્યા તથા ઈસુદાન ગઢવી પર છેડતી અને નશામાં હોવાનો આક્ષેપ ભાજપની મહિલા કાર્યકરોએ લગાવ્યો હતો.