1933માં બાંધવામાં આવ્યા બાદ આ પહેલીવાર છે કે તિરુપતિ બાલાજી મંદિરની સંપતિ જાહેર કરવામાં આવી છે.
વિશ્વના સૌથી પ્રખ્યાત મંદિરોમાંના એક, તિરુપતિ મંદિરમાં દાનની રકમ અને વાળના વેપારના આધારે 2.25 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
બાલાજી ટ્રસ્ટે એક શ્વેતપત્ર બહાર પાડી પોતાની સંપતિ જાહેર કરી છે.જેમાં સોનું, ચાંદી, જ્વેલરી, બેંક ડિપોઝિટ, દેશભરની મિલકતો વગેરેનો સમાવેશ થાય છે.
આ મંદિર પાસે જેટલી રકમ છે તે આઈટી સર્વિસ ફર્મ વિપ્રો, ફૂડ કંપની નેસ્લે અને તમામ કંપનીઓ જેવી કે ONGC, IOC વગેરે કરતાં વધુ છે. બેંગલુરુ સ્થિત આઇટી કંપની વિપ્રોની નેટવર્થ 2.14 લાખ કરોડ છે અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવી કંપનીનું માર્કેટ 1.99 લાખ કરોડનું છે.
જાહેર કરેલ સંપતિના આધારે મંદિર પાસે,
- આશરે ₹5300 કરોડનું 10.2 ટન સોનું છે.
- ₹15,938 કરોડ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જમા છે.
- મંદિરની કુલ સંપત્તિ 2.26 લાખ કરોડની છે.
- 7,132 એકરમાં ફેલાયેલી કુલ 960 મિલકત