જીસ્ટર ગ્રેજ્યુએટ બેઠકના બિનહરીફ ઉમેદવારો હેમલ મહેતા, રાઈસિંગ દાયમાં, ડૉ. મિતેષ શાહ, સરલ પટેલ અને સત્યેન કુલાબકર
આખરે 19 ડિસેમ્બરે ખેલાશે ખરાખરીનો ચૂંટણી જંગ
એમ.એસ.યુની સેનેટની 42 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા આડકતરી રીતે સ્થગિત કરવામાં આવી હતી. રજીસ્ટર ગ્રેજ્યુએટ કેટેગરીની 14 બેઠકની સ્ક્રુટીની પ્રક્રિયા રદ કરવામાં આવતા કોમર્સ ફેકલ્ટીના ઉમેદવાર માનસિંહ ભોંસલે હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા. હાઇકોર્ટના આદેશ બાદ રજીસ્ટર ગ્રેજ્યુએટ કેટેગરીની સ્ક્રુટીની પ્રક્રિયા તેમજ ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા શરુ કરવા આદેશ કર્યો હતો. 14 પૈકી 8 બેઠકો પર ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી હતી જેના પગલે 5 ફેકલ્ટીમાં એક જ ઉમેદવાર બાકી રહેતા સત્યેન કુલાબકર બિનહરીફ ચૂંટાયા.
રજીસ્ટર ગ્રેજ્યુએટ બેઠકના બિનહરીફ ઉમેદવારોમાં હેમલ મહેતા- સાયંસ (Hemal Mehta, Science), રાઈસિંગ દાયમાં- એજ્યુકેશન (Rising Day, Education), ડૉ. મિતેષ શાહ- મેડિસિન (Dr. Mitesh Shah, Medicine), સત્યેન કુલાબકર- મેનેજમેન્ટ સ્ટડી (Satyen Kulabkar, Management Study), અને જર્નાલિઝમના સરલ પટેલ (Saral Patel of Journalism) શામેલ છે.
બાકીની 9 ફેકલ્ટીના 28 ઉમેદવારો વચ્ચે આગામી 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.
આદેશ મુજબ પિટિશનની આગળની સુનાવણી આગામી 7 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.