Menu Close

“ગૌમાંસ ખાવાને મૂળભૂત અધિકાર ન ગણી શકાય, ગૌરક્ષાને કોઈ ધર્મ સાથે ન જોડો, ગાય ભારતની સંસ્કૃતિ છે, રાષ્ટ્રીય પશુ જાહેર કરો”: અલ્હાબાદ હાઇકોર્ટ

alhabad-highcourt-cow-should-consider-national-animal-netafynews

અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા એક કેસની સુનાવણી દરમિયાન ગાયને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું.

જાવેદ નામના વ્યક્તિ ઉપર ગૌહત્યા અધિનિયમની કલમ 3, 5 અને 8 મુજબ આરોપ લાગ્યા હતા. હાઈકોર્ટ દ્વારા અરજીકર્તાની અરજી રદ્દ કરતા જણાવવામાં આવ્યું કે ગૌરક્ષા કોઈ એક ધર્મની જવાબદારી નથી. ગાય આપણા દેશની સંસ્કૃતિ છે અને તેને આપણે માતા માનીએ છીએ તેની સુરક્ષા દરેક વ્યક્તિની જવાબદારી છે. પછી તમે ભલે કોઈપણ ધર્મ સાથે જોડાયેલા હોય.

વધુમાં જસ્ટિસ શેખર કુમારે કહ્યું કે ગાયને પણ તેના મૂળભૂત અધિકાર મળવા જોઈએ. કોઈપણ ગાયને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે કે હેરાન કરવાનો પ્રયત્ન કરશે તો તેની સાથે કડક કાર્યવાહી થશે.

જ્યાં સુધી દેશમાં ગાયોને સુરક્ષિત નહીં કરવામાં આવે ત્યાં સુધી દેશનો વિકાસ પણ અધુરો રહી જશે. ભારત એક એવો દેશ છે જ્યાં તમામ ધર્મના લોકો સાથે રહે છે. અને દરેક અલગ અલગ પૂજા કરે છે છતાંય દરેક વ્યક્તિ દેશ પ્રત્યે એક સમાન વિચાર ધરાવે છે. એવામાં કેટલાક લોકો આ ગુનો આચરીને દેશને તોડવાના પ્રયત્નો કરે છે. તેવા લોકો દેશવિરોધી વિચારધારા ધરાવતા હોય છે. જેથી કરીને કોર્ટે અરજીકર્તાની અરજીને રદ્દ કરી.

મુસ્લિમોએ ગાયને ભારતીય સંસ્કૃતિમાં મહત્વનો હિસ્સો માન્યો છે. ભારત પર રાજ કરનારા મુસ્લિમ શાસકોએ પણ ગૌહત્યા પર પ્રતિબંધ મુક્યો હતો. બાબર, હુમાયુ તથા અકબરે ગાયની બલી ચઢાવવા પર રોક લગાવી હતી. તેમજ મૈસુરના નવાબ હૈદર અલીએ ગૌહત્યાનો સજાપાત્ર ગુનો અમલમાં મુક્યો હતો.

To know more information download Netafy App.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *