Menu Close

Ami Ravat Given Legal Notice: નેતા અમીબેન રાવત દ્વારા પાલિકાનાં હોદેદારોને લીગલ નોટિસ.

Ami ravat gave notice in oppose of Money waste by BJP main leaders netafy news
વડોદરા મહાનગર પાલિકામા (VMC) જનતાનાં પૈસે કાયદા વિરુદ્ધ મોંઘી ગાડીઓ અને પેટ્રોલનો ધુમાડો કરતા તેમજ ચા-પાણી, નાસ્તામાં બેફામ ખર્ચા કરતાં પાલિકાનાં હોદેદારોને વિપક્ષી નેતા અમીબેન રાવતે એમના વકીલ કિશોર પિલ્લે દ્વારા લીગલ નોટિસ ફટકારી છે.
ગાડીઓ અને ચા નાસ્તાની ગેરબંધારણીય સુવિધાઓ તાત્કાલિક પાછી ખેંચવાની માંગ સાથે ગતરોજ વિપક્ષી નેતા અમીબેન રાવતે (Opposittion Leader Ami Ravat) એમના વકીલ શ્રી કિશોર પિલ્લે (Advocate Kishor Pillai) દ્વારા મ્યુનિ. કમીશ્નર શાલિનીબેન અગ્રવાલ (Municipal Commissioner Shalini Agrawal), મેયર કેયુરભાઈ રોકડિયા (Mayor Keyur Rokadia),ડે.મેયર નંદાબેન જોશી (Dy.Mayor Nanda Joshi),સ્ટેન્ડિંગ ચેરમેન ડૉ. હિતેન્દ્રભાઈ પટેલ (Standing Committee Chairman Dr. Hitendra Patel) તથા શાસક પક્ષ ભાજપના દંડક ચિરાગભાઈ બારોટ (Chirag Barot), શાસક પક્ષના નેતા અલ્પેશભાઈ લિંબાચિયાને (Alpesh Limbaachiya) લીગલ નોટીસ ફટકારવામાં આવી હતી. (Give them legal notice)
વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, GPMC એક્ટમાં મેયર સિવાય કોઈને ગાડી કે અન્ય ચા-નાસ્તાનાં ખર્ચ માટેની જોગવાઈ નથી. શાસક પક્ષનાં ચૂંટાયેલા પ્રતિનિધિ માટે કોઈપણ ખર્ચાની મંજુરી રાજ્ય સરકાર પાસે લેવી પડે.

 

તેઓ દ્વારા કરવામાં આવેલાં ખર્ચા પાલીકામાંથી ન લઈ શકાય. તેઓએ છેલ્લા 1 વર્ષમાં ગાડીઓ, ચા, પાણી, નાસ્તા પાછળ રૂપિયા 50,00,000 લાખનો ખર્ચો કર્યો છે.

 

For more news click on Netafy-News Vadodara.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *