શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં નવા સિમાંકન મુજબ ભાયલી અને આસ પાસના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહી TP 4 માં IIRA સ્કૂલની સામે નો ફાઇનલ પ્લોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા શાળા શૈક્ષણિક હેતુસર રિઝર્વ રાખવામાં આવેલ છે જ્યાં ખાનગી બિલ્ડરનો Ready mix concrete નો પ્લાન્ટ લગભગ છેલ્લા 2 વર્ષો થી ધમધમે છે.
RMC પ્લાન્ટ ના ઘોંઘાટ અને ભારે વાહનોની અવરજવરથી આસપાસના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. તેમજ કોક્રીટ નાં વેસ્ટ મટીરીયલ થી પૂરા રસ્તાના ખરાબ હાલ થઈ ગયા છે . રહીશોએ ફોન દ્વારા વિપક્ષના નેતા અમી રાવતને ફરિયાદ કરતાં તેઓ મુલાકાતે પહોંચતા સ્થળ તપાસ કરી તો ચોંકી ઉઠ્યા હતા…
શ્રીમતી અમી રાવતે (Opposittion Leader Amiben Ravat) કોર્પોરેશન માં તપાસ કરી તો જાણ્યું કે આ જગ્યા તો કોર્પોરેશનની છે, અને આ કોર્પોરેશનનો (VMC Plot) ફાઈનલ પ્લોટ છે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા શાળા શૈક્ષણિક હેતુ બનાવવા માટેનો 25000 સ્કેફૂટનો ફાઈનલ રિઝર્વ પ્લોટ FT-23 નંબર છે, અને આ 20કરોડ રૂપિયાની 25000 સ્કેફૂટ સરકારી જમીન પર રહેણાંક વિસ્તારમાં કોઈ ખાનગી બિલ્ડરનો લગભગ 2 વર્ષે થી RMC પ્લાન્ટ ધમધમતો ચલાવી રહ્યો છે.