વોર્ડ નં 12નાં પ્રમુખ અને પોતાની સેવાકીય પ્રવૃત્તિઓને લીધે જાણીતા રાજુભાઈ ઠક્કરે થોડા સમય અગાઉ નશાખોરી કરતા અને યુવતીઓની મશ્કરી કરતા અસામાજિક તત્વોનો વિરોધ કર્યો હતો.
તેમના જણાવ્યા અનુસાર થોડા સમય અગાઉ કેટલાક લોકો ગાંજા અને નશીલા પદાર્થોનું સેવન કરતા હતા, રાજુભાઈ દ્વારા તેમને અટકાવવામાં આવતા તેઓ નશીલા દ્રવ્યો લઈ ભાગી ગયા હતા પરંતુ બે નાના છોકરાઓ પકડાઈ ગયા હતા.
રાજુ ભાઈના (BJP Leader Raju Thakkar) જણાવ્યા અનુસાર તે બે છોકરાઓને સમજણ આપી છોડી મૂકવામાં આવ્યા હતા.
આ અસામાજિક તત્વો દ્વારા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હતી.
વિસ્તારની યુવતીઓની મશ્કરી અને છેડખાનીના પણ બનાવો બનતા હતા.
આમ થોડા સમયથી આ અસામાજિક તત્વો સાથે માથાકૂટ થયા કરતી હતી.
તેની રંજીશ રાખીને ગત મોડી રાત્રે કેટલાક ઇસમો દ્વારા તેમની ગાડી (Attacked on BJP leader house in vadodara) અને ઘર પર ભારે પત્થરમારો કરવામાં આવ્યો હતો.
રાત્રે પોલીસને ફોન કરતાં કોઈ કારણોસર પોલીસ પણ આશરે 1 કલાક મોડી આવી હતી.
અહી સવાલ છે કે જો પોલીસનું આવું જ નરમ અને ઢીલું વલણ રહે તો કોઈ વખત આપાતકાલીન સ્થિતિમાં કોઈ ગંભીર ગુન્હો પણ બની શકે છે.
વડોદરામાં આજકાલ નશીલા દ્રવ્યો એટલા આસાનીથી ઉપલ્ધ થઈ રહ્યા છે કે આજનું યુવા ધન ખૂબ જ આસાનીથી આ દુષણનો શિકાર થઈ રહ્યું છે, અને પછી ગુનેગારી કરવા પ્રેરાય છે.
પોલીસ દ્વારા જો કોઈ મક્કમ કાર્યવાહી કરવામાં ન આવે તો કોઈ પણ સામન્ય નાગરિક આવા નશેડીઓ ની બાતમી આપતા પહેલા પોતાની સલામતીને લઈને ગભરાશે.
Follow Netafy News & Stay updated with vadodara local news.