જ્યારથી ટ્વિટ્ટરની બાગડોર એલન મસ્કે સંભાળી છે, ત્યારથી તે કંઈક ને કંઈક વિચિત્ર અનુભવો કરાવતા રહે છે.
ટ્વિટ્ટરની ગાદી પર બેસતાં વેંત જ મસ્કે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં અંદાજે 7,500 કર્મચારીઓની છટણી કરી નાખી હતી.
ત્યારે પણ ટ્વિટ્ટરમાં ઉંહાપોહ મચી ગઈ હતી.
પોતાની વિચિત્રતાનું પ્રદર્શન કરતા મસ્કે એવું નિવેદન કર્યું કે ‘એપલે એપ સ્ટોર પરથી ટ્વિટ્ટરની એપ્લિકેશન કાઢી નાખવાની ધમકી આપી છે.’
સાથે સાથે તેણે એવું ઉમેર્યું કે ‘એપલે ટ્વિટ્ટર પર મોટા ભાગની જાહેરાતો બંધ કરી દીધી છે. શું તેઓ અમેરિકાના વાણી સ્વતંત્રતાને માનતું નથી?’
આ સિવાય મસ્કે ટ્વિટ્ટર પર એક પોલ પણ કર્યો હતો. તેમાં તેણે એપલ વિરુદ્ધ જ પ્રશ્ન કર્યો હતો.
તે એમ હતો કે, ‘શું એપલે બધી જ સેન્સરશિપ એક્શનને પબ્લિશ કરવી જોઈએ, જે તેના યુઝર્સને લોભાવે છે?’ અન્ય એક ટ્વિટ્ટમાં એપલના સી.ઇ.ઓ ટિમ કુકને પૂછ્યું હતું કે, ‘આ બધું શું ચાલી રહ્યું છે@tim_cook?’
મસ્કના એપલ સામેના આ ટ્વિટ્ટર યુદ્ધમાં તેણે એપલની 30% ટૅક્સ માટેની પોલિસી સામે પણ બાંયો ચડાવી હતી. જેને લઈને તેણે ટ્વિટ્ટર પર જ બધું જગજાહેર કર્યું હતું. 30% ટૅક્સની ટીકા કરતાં તેણે એવી ટ્વિટ્ટ કરી હતી કે, ‘શું તમને ખબર છે કે એપલ તેની દરેક ઈન-એપ પરચેઝ માટે સિક્રેટ 30% ટૅક્સ વસુલે છે?’
એપલના આ 30% ટેક્સની પોલિસીને ટ્રોલ કરતા તેણે એક મીમ પણ ટ્વિટ્ટર પર વહેતુ કર્યું હતું.
આ ટ્વિટ્ટ પરથી મસ્કનું એવું કહેવું હતું કે તે 30% ટૅક્સ આપવાના બદલે યુદ્ધમાં જવાનું વધારે પસંદ કરશે.
[Know About Twitter Paid Blue Tick]