હાલમાં જ Zee Newsના એન્કર રોહિત રંજન(Rohit Ranjan)ના નિવાસ સ્થાને, ગત તારીખ 05/07/2022 ના રોજ સવારના 5 વાગે છત્તીસગઢ(Chhattisgarh)ના રાયપુરની પોલીસ (સાદા વેશમાં) ખોટી ન્યુઝ ફેલાવવાના આરોપસર ધરપકડ કરવા પહોંચી.
આખોય મામલો એવો છે કે, Zee News ઉપર ભાજપ(Bhajap) પ્રવક્તા નૂપુર શર્મા(Nupur Sharma)ના એક વિવાદિત નિવેદનને કારણે, જે ઉદયપુર હત્યા કેસ(Udaipur murder case) થયો, તેના ન્યુઝ રોહિત દ્વારા પ્રસારિત કરાયા હતા. જેમાં તેમણે ઉદયપુર(Udaipur)નાં દરજીનાં હત્યા કેસમાં કોંગ્રેસ(Congress)નાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)નાં એક નિવેદનને ખોટી રીતે ઉદયપુર કેસ સાથે સાંકળ્યું હોવાનો આરોપ લગાવ્યો.
છત્તીસગઢ પોલીસ પાસે કોઈ ધરપકડ વોરંટ ન હતું. ફક્ત પોલીસ અધિક્ષકનાં તપાસના આદેશ સાથે 10 થી વધુ પોલીસ કર્મચારી સાદા વેશમાં રોહિત રંજનનાં ઘરે તેમને પકડી લેવા પહોંચી ગયા હતા. રોહિતના પત્નીએ પણ આ દહેશતનાં વાતાવરણમાં આ રીતે પકડી ન જવા પોલીસનાં કર્મચારીઓ સામે બાથ ભીડી. એ દરમિયાન સોસાયટીનાં ચોકીદારે સ્થાનિક પોલીસને જાણ કરી દેતા, ત્યાંથી નોઇડા પોલીસને સ્થળ ઉપર મોકલવામાં આવી અને નોઇડા પોલીસ રોહિત રંજનને પૂછપરછ માટે લઇ ગઈ. હકીકતમાં છત્તીસગઢ પોલીસે સ્થાનિક પોલીસને આગાઉથી જાણ કરી, લોકલ પોલીસને સાથે રાખીને જ આ કાર્યવાહી કરવી જોઈતી હતી. રોહિત રંજન તથા Zee News વર્તુળ આ દ્રષ્ટિએ છત્તીસગઢ પોલીસની આ કાર્યવાહીને નિયમ વિરુદ્ધ ગણાવી રહી છે.
આ સમગ્ર ખેંચતાણ દરમ્યાન રોહિતે ટ્વીટ કરી પોતાની Zee News ઓફિસને તથા પબ્લિક માટે ટ્વીટ દ્વારા માહિતી આપી, જેથી તેમના ઉપરના દમનનો પ્રજાને ખ્યાલ આવે.
Zee News ચેનલ દ્વારા ભાજપનાં આગેવાનો અમિત માલવિય(Amit Malviya)ને આ બાબતે પૂછ્યું, ત્યારે તેમણે પણ આ હકીકતને ગેર બંધારણીય ગણાવી. તથા ન્યાયિક સિદ્ધાંતો અને જોગવાઈઓનું ઉલ્લંઘન ગણાવ્યા. તેમનું કહેવું હતું કે, સ્થાનિક પોલીસને આમાં સાથે રાખવી જ પડે. પરંતુ છત્તીસગઢની પોલીસ ઉપર કોંગ્રેસનો અંકુશ હોઈ, તેઓ જે વ્યક્તિ પસંદ ન હોય તેવા પત્રકાર – નાગરિકને નિયમ તોડીને પકડી લેશે. આવા દમન સામે ભાજપ તમારી સાથે ઉભી રહેશે.
ભાજપના એક મોટા નેતા વિજય વર્ગીય(Vijay Vargiya) ને પૂછવામાં આવતા, તેમણે પણ કહ્યું કે, કોંગ્રેસનું આજ ચરિત્ર રહ્યું છે. અગાઉ ઇમર્જન્સી કાળમાં પણ આવા દમન કોંગ્રેસનાં ઈશારે થયા હતા. જે આતંકવાદ ફેલાવે છે. તેને રોકવાને બદલે તે અસામાજિક તત્વોને રક્ષણ પૂરું પાડે છે. આ બધી કાર્યવાહી (રોહિતના ઘરે) કોંગ્રેસ અને ગાંધી પરિવારનાં ઈશારે જ થઈ હોવી જોઈએ, તેમ વિજય વર્ગીયનું માનવું છે.