વડોદરા મહાનગરપાલિકાની (VMC) આજની સામાન્ય સભા અગોરા મોલ દ્વારા વિશ્વામિત્રી નદીમાં દબાણના મુદ્દે તોફાની બની હતી.
સભામાં વિપક્ષના નેતા અમી રાવત ધરણાં પર બેસી ગયા હતા, ત્યારે આખરે મેયર (Mayor Keyurbhai Rokadia) દ્વારા સભામાં જાહેરાત કરવામાં આવી કે વિશ્વામિત્રીના (Vishwamitri River) તટ ની જગ્યા જે સરકારી હશે એ સરકારી જ રેહશે.
અગોરાનાં બિલ્ડર ને જે પણ જગ્યા ફાળવાઇ હશે ત્યાં તેમને અલગ થી કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કેહવામા આવશે, કિનારા પર કરવામાં આવેલી પ્રોટેક્શનને તોડવાની જરૂર નથી તે પૂર થી ધોવાણ થતું અટકાવશે, અને જો પ્રોટેક્શન વોલ અને અગોરાની નવી કમ્પાઉન્ડ વોલ વચ્ચે કોઈ દબાણ જણાશે તો તેને પાલિકાની હસ્તગત લેવાશે.
અત્રે ઉલ્લેખનીય છે થોડાક સમય અગાઉ પક્ષ પ્રમુખ સી. આર. પાટિલ (C. R. Patil) ની ટિપ્પણી હતી કે મેયર તમે યુવાન છો ઝડપથી કામ પતાવો માત્ર મીટિંગ ન કરો.
તો મેયરનો આ નિર્ણય પણ કદાચ એ ટિપ્પણીને અનુસંધાનમાં લેવાયો હોય શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.