Menu Close

Gujarat Congress Senior Leader Bharatsinh Solanki: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી વિરૂદ્ધ તેમની જ પત્ની રેશ્મા પટેલે લેટર બોંબ ફોડતા રાજકીય ક્ષેત્રે વાતાવરણ ગરમાયું

bharatsinh-solankis-wife-accused-letter-created-bad-weather-in-politics

ગુજરાતમાં કોંગ્રેસને  ખતમ કરી દેશે ભરતસિંહ સોલંકી (Gujarat Congress Senior leader Bharatsinh Solanki is in alliance with PM Modi: Reshma Patel, Bharatsinh’s wife), પીએમ મોદી સાથે છે ગઠબંધન: રેશ્મા પટેલ, ભરતસિંહના પત્ની

કોંગ્રેસ હાઈકમાન્ડને પત્ર લખી ભરતસિંહ સોલંકી સામે અનેક સનસનીખેજ આક્ષેપો કર્યા.

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી વિરુદ્ધ તેમના જ પત્ની રેશ્મા પટેલે લેટર બોંબ ફોડતા રાજકીય ક્ષેત્રે વાતાવરણ ગરમાયું. રેશમા પટેલે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને પત્ર લખી ભરતસિંહ સોલંકી સામે સનસનીખેજ આક્ષેપો કર્યા. રેશ્મા પટેલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રઘુ શર્માને પત્ર લખી ભરતસિંહ જ ગુજરાત કોંગ્રેસને ખત્મ કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.

ઉપરાંત તેઓ ગુજરાતના લોકોને ખોટા સંદેશા આપીને કોંગ્રેસને સત્તામાં આવતી અટકાવે છે. તેઓ વડાપ્રધાન મોદી સાથે સંકળાયેલા છે. ભરત સિંહ મુખ્યપ્રધાન પદના દાવેદાર તરીકે જાહેર થવા માંગે છે, જો તેમના નામની જાહેરાત નહીં થાય તો તેઓ અન્ય કોઇને પણ સીએમ નહીં બનવા દે.

તેમની પત્નીએ ભરતસિંહ સોલંકીના અનેક મહિલાઓ સાથે અનૈતિક સંબંધ હોવાનો આક્ષેપ મુક્યો તેમજ કહ્યું કે ભરતસિંહ ફક્ત તેમની નજીકની મહિલાઓને જ ટિકીટ અપાવતા. જયારે  યોગ્ય મહિલાઓને રાજકારણમાં આગળ આવતી અટકાવતા હતા. રેશ્માએ આક્ષેપો કરતા જણાવ્યું કે મેં 24 વર્ષ પહેલા પરિવારની મરજી વિરૂદ્ધ તેમની સાથે લગ્ન કર્યા પરંતુ તેમણે મને પત્ની તરીકેનો અધિકાર ન આપી ઘરમાંથી કાઢી મુકી હતી.

For more updates download Netafy App

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *