– 9640 કિલો ડ્રગ્સનું રૂ.2180 કરોડનું કન્સાઇન્મેન્ટ ઝડપાયું
– DRI, કસ્ટમ અને ATSનું સંયુક્ત ઓપરેશન સફળ નીવડ્યું.
– ડ્રગ્સને સુતરની આંટીમાં ફીટ કરી ઉત્તરાયણની દોરી પર કલરનો ઢોળ ચઢાવે તે રીતે લપેટાયું હતું.
– ચાર દિવસ પહેલા અરબી સમુદ્રમાંથી 280 કરોડના ડ્રગ્સ સાથે 9 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી.
અમરેલીના પીપાવાવ પોર્ટ પર DRI, કસ્ટમ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં 9640 કિલો ડ્રગ્સનું રૂ.2180 કરોડની કિંમતનો જંગી જથ્થો ઝડપાયો. (ATS at Pipavav port of Amreli) ચાર દિવસ પહેલાં જ અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટને અંદાજે 56 કિલો ડ્રગના જથ્થા સાથે ઝડપી 9 પાકિસ્તાનીની ધરપકડ કરાઈ હતી. તેમજ કંડલા અને મુંદ્રા પોર્ટ પરથી પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.
આ વખતે ડ્રગ્સને સુતરની આંટીમાં ફીટ કરી ઉત્તરાયણની દોરી પર કલરનો ઢોળ ચઢાવે તે રીતે લપેટાયું હતું.
જામનગર DRI દ્વારા ગુજરાતનાં દરિયાકાંઠા પર તેમજ અન્ય પોર્ટ પર ઘુસાડવામાં આવેલા ડ્રગ્ઝનાં જથ્થા અંગે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં જામનગર DRI ને પિપાવાવ પોર્ટ પર કન્ટેઈનરમાં છુપાવીને રાખવામાં આવેલા ડ્રગ્સના જથ્થાને પકડી પાડવાાં સફળતા મળી હતી. (Jamnagar DRI was successful in catching the drugs hidden in the container at Pipavav port)
દેશમાં અત્યારસુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હતું પરંતુ હવે આ બંને સરહદો સીલ કરી દેવાતાં ડ્રગ્સ માફિયાઓએ ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયાઈ માર્ગ પકડ્યો છે. જેના કારણે જ રાજ્યમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાય છે
For more updates follow Netafy.