લોકનાયક અને સ્વતંત્રતા સેનાની શ્રી જય પ્રકાશ નારાયણજીની જન્મ જયંતિ નિમિત્તે પાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ
ભારતીય સ્વતંત્રતા સેનાની શ્રી જય પ્રકાશ નારાયણજીની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના માનનીય મંત્રીશ્રી અશ્વિની કુમાર ચોબેજી ઉપસ્થિત રહ્યા. 1921 માં માત્ર 19 વર્ષની ઉંમરે ગાંધીજીના અસહિયોગ આંદોલનમાં તેઓએ જંપલાવ્યું હતું. કાર્યક્રમમાં મેયર શ્રી કેયૂર રોકડીયા, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શહેર મહામંત્રી શ્રી સુનિલભાઈ સોલંકી, ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોષી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્રભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ સાથે અન્ય કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા.
To know your corporator download Netafy App