ભાજપ ઉમેદવાર કેયુર રોકડિયાએ આપ ઉમેદવારના ફોર્મ પર ઉઠાવ્યો વાંધો
કોર્પોરશન ચૂંટણી વખતે કેયુર રોકડીયાનાં ફોર્મ સામે વાંધો ઉઠાવનાર સ્વેજલ વ્યાસ ફસાયા
‘આ બદલાનુ રાજકારણ છે.’ – સ્વેજલ વ્યાસ
ડિપોઝિટ પેટે 1 રૂપિયાના દસ હજાર સિક્કા જમા કરાવતા મામલો ઘુંચવાયો
વધુમાં જણાવ્યું કે..
મેયર મારી સાથે બદલાની રાજનીતિ રમે છે.”
“કૉર્પોરેશનની ચૂંટણીમાં મે તેમનું ફોર્મ કેન્સલ કરાવવા અવાજ ઉઠાવ્યો હતો તેથી જ મારું ફોર્મ કેન્સલ કરાવવા પ્રયત્નો કરે છે.”
“આખા ગુજરાતનો ગરીબમાં ગરીબ ઉમેદવાર હું છું.”
“આવતી કાલે હું તેમના પર વાંધો ઉઠાવવાનો છું.”
“મે તેમને નહિ પરંતુ તેમણે મને છંછેડ્યો છે તો પરિણામ માટે તૈયાર રહેજો.”
આ શબ્દો છે સયાજીગજ વિધાનસભાથી આપના ઉમેદવાર સ્વેજાલ વ્યાસનાં.
આજનાં બનાવમાં સયાજીગંજ વિધાનસભાનાં ભાજપ ઉમેદવાર કેયુર રોકડીયા દ્વારા આપના ઉમેદવારના ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
પોતાની લીગલ ટીમ સાથે તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ આ વાંધો રજૂ કર્યો હતો. સ્વેજલ વ્યાસ દ્વારા ડિપોઝિટ પેટે ભરવામાં આવેલ 1 રૂપિયાના દસ હજાર સિક્કાને લઈને આ વાંધો હતો.
ચૂંટણી અધિકારી દ્વારા લ, આ વાંધો આવતા થોડો સમય માટે ફોર્મ રોકી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વેજલ વ્યાસની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ઉપરી અધિકારીઓ સાથે મંત્રણા થયા બાદ તેમનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. જેની સામે કેયુર રોકડીયા દ્વારા કોર્ટમાં જવાની તૈયારી બતાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કૉર્પોરેશનની ચૂંટણીમાં આવું જ કંઈક સ્વેજલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પણ કેયુર રોકડીયાનાં ફોર્મ સામે વાંધા ઉઠાવ્યા હતા.