સી આર પાટીલે (C.R.Patil) ભરતસિંહ સોલંકી પર કર્યા આકરા પ્રહારો
વડોદરામાં આજે પાદરામાં વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસનાં ભરતસિંહ સોલંકી (Congress leader Bharatsinh Solanki) પર આકરા પ્રહારો કર્યા હતાં.
પાદરમાં જાહેર મંચ પરથી પોતાનું ભાષણ આપતી વખતે તેમણે ભરતસિંહે ગઈ કાલે રામ મંદિર પર જે વિવાદિત નિવેદન આપ્યું હતું તેને યાદ કરીને કહ્યું હતું કે, ભરતસિંહ સોલંકીએ મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈ ચેકઅપ કરાવવું જોઈએ કે તેઓ હિન્દુઓની લાગણી વારંવાર કેમ દુભાવે છે.
તેમણે એવું પણ કહ્યું હતું કે, ભરતસિંહ સોલંકીની તાકાત હોય તો અન્ય ધર્મનાં લોકોની સામે બોલે, અન્ય ધર્મના લોકો જે એમના આજુબાજુ ફરે છે
એમના વિષે બોલો કે કૂતરા એમના ધર્મ સ્થાન પર પેશાબ કરે છે તો હું મર્દ સમજુ. હું ભરતસિંહ સોલંકીને વોર્નિગ આપુ છું, શાન માં સમજી જાય.
હિન્દુ લોકોની લાગણી દુભાવવાનુ બંધ કરો, નહિ તો હિન્દુ સમાજ નહિ છોડે.
For more updates follow Netafy.