ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બનાવતા ભાજપની દિલ્હીથી રિમોટથી ચાલતી સરકાર ગણાવી.
ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને આંતરીક લડાઈના પરિણામે વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું. સરકારે ભૂતકાળમાં ગુજરાતની પ્રજા પર અત્યાચાર ગુજારવાનું કામ કર્યું છે. નવા મુખ્યમંત્રીના કાળમાં સુધારો થાય તેવી આશા વ્યક્ત કરી.
વધુમાં તેઓએ કહ્યું કે ભાજપમાં સી.આર.પાટીલના આવ્યા પછી અમીતભાઈનું વર્ચસ્વ જળવાયુ નથી.
- ખેડૂતો દેવાદાર થયા છે તેઓના દેવા નવા મુખ્યમંત્રી માફ કરશે ?
- લાખો યુવાનો બેરોજગાર થયા છે શું તેમને ન્યાય મળશે?
- હપ્તાખોરી અને ભ્રષ્ટાચારનું શાસન ચાલે છે તેને નવા મુખ્યમંત્રી નાબૂદ કરી શકશે ?
તેવા વેધક સવાલો અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યા.
For more details download Netafy App.