આદિવાસીઓ દ્વારા યોજનાને લઇ સતત વિરોધ જોતા આખરે કેન્દ્ર સરકારે યોજના હાલ સ્થગિત કરવાનો મોટો નિર્ણય લીધો
AAP અને BTP ફાયદો ન લઈ જાય એનો ડર ભાજપને સતાવી રહ્યો હતો
ચૂંટણી સામે દેખાતા શું ભાજપને આદિવાસી વોટબેંક તૂટવાનો ભય હતો?
આ યોજનાથી દક્ષિણ ગુજરાતના 38 ગામો પ્રભાવિત થશે તેમજ અનેક લોકોની વિસ્થાપિત થવાની શકયતાને લઇને આદિવસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. (Scheme affect 38 villages of South Gujarat) આ મુદ્દે આદિવાસીઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન અને વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. તેમજ યોજનાના વિરોધમાં ગાંધીનગરમાં આદિવાસીઓએ ભારે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે જેને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન તથા ગજેન્દ્ર શેખાવત (Minister Nirmala Sitaraman and Gajendra Shekhawat decision has been taken to postpone Tapi Par River scheme for Gujarat) સાથે બેઠક બાદ આદિવાસીઓના હિતમાં તાપી પાર રિવર લિંક યોજના ગુજરાત માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Read Latest Vadodara News.