વાઘોડિયા બેઠકનું ગણિત ભાજપ માટે ફાયદામાં
ભાજપે અહીં જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી છે.
ભાજપ માંથી ટિકિટ નહિ મળતાં બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. મધુ શ્રીવાસ્તવે અપક્ષ કે અન્ય કોઈ પક્ષના ટેકા સાથે લડી લેવાની તૈયારી બતાવી દીધી છે.
વર્ષોથી વાઘોડિયાના ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવ સાથે મોટો જનાધાર જોડાયેલો છે.
પરંતુ સામાં છેડે 2017માં અપક્ષ લડેલા ધર્મેન્દ્રસિંહ બાપુ લગભગ 10000 જેટલા વોટથી હારી ગયા હતા. તેમણે છેલ્લા પાંચ વર્ષ વધુ મહેનત કરીને પોતાનો જનાધાર વધાર્યો છે.
પક્ષનાં ચિહ્ન સાથે લડેલા મધુ શ્રીવાસ્તવ માત્ર 10000 વોટથી ધર્મેન્દ્રસિંહ બાપુથી આગળ રહ્યા હતા. પરંતુ આ વખતે મધુ શ્રીવાસ્તવ સાથે પક્ષ નથી. હવે ભાજપ ઉમેદવારના વોટ મધુ શ્રીવાસ્તવ તોડાવશે, જેનો સીધો ફાયદો બાપુને થાય એમ મનાય છે. અને આ કિસ્સામાં બાપુની જીત નિશ્ચિત મનાય છે.
જો ધર્મેન્દ્રસિંહ બાપુ જીતે તો ભાજપ તેમને પક્ષમાં સ્થાન આપી પોતાની બેઠક સાચવી રાખશે, અન્યથા ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલ જીતે તો પણ બેઠક પક્ષ પાસે જ રહેશે. આમ બેઉ કિસ્સામાં ભાજપ પાસે બેઠક રહેશે.
જ્યારે કોંગ્રેસમાંથી સત્યજીતસિંહનું નામ જાહેર થતાં જ યોગપાલસિંહ દ્વારા નારાજગી દર્શાવામાં આવી. પોતાના 500 કાર્યકરો સાથે ખેસ પણ ઉતારી દેવામાં આવ્યો. આમ કોંગ્રેસના ડખા ચાલુ થઈ ગયા છે.