– ઉપરાંત લોકશાહી અને વિવિધતાના પ્રકરણ પણ દૂર કરાયા
– ‘એગ્રીકલ્ચર પર વૈશ્વિકરણની અસર’ વિષયને હટાવાયો
– ઔદ્યોગિક ક્રાંતિને લગતા વિષયો, ધોરણ 11 અને 12નો પોલિટિકલ સાયન્સનો અભ્યાસક્રમ પણ દૂર કરાયો
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની ભલામણને અનુરૂપ અભ્યાસક્રમને તર્કસંગત બનાવવા આ ફેરફાર કરાયો
CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) એ બિન-જોડાણવાદી ચળવળ, શીત યુદ્ધ યુગ, આફ્રિકન-એશિયન પ્રદેશોમાં ઇસ્લામિક સામ્રાજ્યોનો ઉદય, મુઘલ અદાલતોનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિને લગતા પ્રકરણોને ધો.11 અને 12ના ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અભ્યાસક્રમમાંથી હટાવ્યા છે. તો ‘ધર્મ, સાંપ્રદાયિકતા અને રાજનીતિ, સાંપ્રદાયિકતા અને સેક્યુલર સ્ટેટ’ વિભાગમાંથી ફૈઝ અહેમદ ફૈઝની બે ઉર્દૂ કવિતાઓને પણ કાઢી નાખવામાં આવી છે.
ધોરણ 10ના અભ્યાસક્રમમાં ‘ફૂડ સિક્યુરિટી’ (Food security) સંબંધિત પ્રકરણમાંથી ‘એગ્રીકલ્ચર પર વૈશ્વિકરણની અસર’ વિષયને હટાવાયો છે.
આ ઉપરાંત અભ્યાસક્રમમાંથી લોકશાહી અને વિવિધતાના વિષયો પણ દુર કર્યા છે.
આ ફેરફાર અભ્યાસક્રમને યુક્તિસંગત બનાવવા કરવામાં આવ્યો છે અને તે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની ભલામણોને અનુરૂપ કરાયો છે.
For more updates follow Netafy News.