Menu Close

સરકારી કર્મચારીઓની વર્ષો જુની સમસ્યાનો અંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો મહત્વનો નિર્ણય

cm-bhupendra-patel-declared-same-city-goverment-job-for-couple

પતિ-પત્ની સરકારી કર્મચારી હોય તો એક જ જિલ્લા અને સ્થળ પર બદલી કરી અપાશે

મહિલા કર્મચારીએ ઓછામાં ઓછા 1 વર્ષની સેવા બજાવી હોય અને પુરુષ કર્મચારીએ ઓછામાં ઓછા 2 વર્ષની ફરજ બજાવી હશે તો પતિ-પત્ની એક જ જિલ્લા અને સ્થળ પર કામ કરી શકશે.

એક પછી એક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સરકારી કર્મચારીઓ માટે મોટા અને મહત્વના નિર્ણયો લઇ રહી છે.

રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે પરિપત્ર જાહેર કરી જાણકારી આપી કે સરકારી નોકરી કરતા પતિ-પત્ની કર્મીઓ હવે એક જ જિલ્લા તથા સ્થળ પર કામ કરી શકશે. ઠરાવ મુજબ નિયમિત ભરતી પ્રક્રિયાથી કરાર આધારે ફિક્સ પગારથી નિમણૂક મેળવનાર મહિલા કર્મચારી ઓછામાં ઓછા 1 વર્ષની સેવા બજાવી હોય અને પુરુષ કર્મચારીએ ઓછામાં ઓછા 2 વર્ષની ફરજ બજાવી હશે તો પતિ-પત્ની એક જ જિલ્લા અને સ્થળ પર કામ કરી શકશે. જોકે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી શરતોનું પાલન કરવાનું રહેશે. અપવાદ રૂપ પતિ- પત્ની એક જ સ્થળે અથવા નજીકના સ્થળે રાખી શકાય તેમ હોય તેવા કિસ્સામાં પુરુષ કર્મચારીએ 1 વર્ષની સેવા બજાવી હોય તો પણ 1 વર્ષ બાદ તેમની બદલી/જિલ્લા ફેર બદલી કરી આપવામાં આવશે તેમજ વિભાગ આ બદલીએ સપૂર્ણ પારદર્શક રીતે કરે તેને લઈને પણ આદેશ પારિત કરવામાં આવ્યા છે.

Submit your local area issues online to your corporator. Download Netafy App.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *