મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સિધ્ધપુરના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના વિવાદિત નિવેદન પર ટ્વિટ મારફતે નિશાન સાધ્યું છે.
ધારાસભ્ય ચંદનજી ઠાકોરના આ શબ્દો તેમણે શરમજનક બતાવ્યા છે.
ગુજરાત ચુંટણીને લઇને રાજકારણમાં પ્રચાર પૂરજોશમાં ચાલુ થઈ ગયા છે.
આવા સમયે ઉમેદવાર મતદારોને રીઝવવા યેનકેન પ્રકારના નિવેદનો આપતા હોય છે
આવું જ લઘુમતીને લઈને નિવેદન સિધપૂરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા અપાતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે.
‘દેશને લઘુમતી સમાજ જ બચાવી શકે’ તે અંગેના નિવેદન વાળો કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ટ્વિટર પર વાર કરતા કહ્યું કે આ શરમજનક શબ્દો છે. પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે ફરી લઘુમતી તુષ્ટિકરણ કરી રહી છે.
વધૂમાં જણાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે હવે કોઈ મુદા ન હોવાથી આ પ્રકારના નિવેદન આપી રહી છે.
સમગ્ર પ્રકરણ આ મુજબ છે
સિદ્ધપુર વિધાનસભા કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રચાર દરમ્યાન એક સભા સંબોધી રહ્યા હતા. ત્યારે સભામાં તેમણે નિવેદન આપ્યું હતું કે,
” વિકાસના નામે ભાજપ વાળા મત લઇ ગયા બાદ કામગીરી ન કરતા દેશ ખાડામાં ધકેલાઇ ગયો છે. જે દેશને માત્રને માત્ર લઘુમતી સમાજ જ બચાવી શકે અને કોંગ્રેસ પક્ષ જ બચાવી શકે”
” NRC નાં મુદ્દા પર સોનિયા ગાંધી રોડ પર આવ્યા અને મુસ્લિમોને રક્ષણ પુરૂ પાડ્યું”
તેમના આવા નીવેદનથી વિવાદ છંછેડાઈ ગયો છે.