ભાજપની (BJP) ચડ્ડીઓ પહેરતા પોલીસ અધિકારીઓ એક કલાકની 500 કિલોમીટર કપડા વગર દોડવાની તૈયારી રાખજો: જગદિશ ઠાકોર, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ
ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજાયેલ નવ સંકલ્પ જન સંમેલનમા પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે (Jan Sammelan Organized by Gujarat Congress, the President Jagdish Thakore) સરકાર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે,અત્યારે પેપર લીક કરવાવાળા સાતમા આસમાનમાં જતા રહ્યા છે.
જો અમારી સરકાર બનશે તો આ પેપર કાંડના આરોપીઓને ભૂગર્ભમાંથી પણ શોધી લાવીશું.
પોલીસ વિભાગમાં (Police Department) 95 ટકા પોલીસ વિભાગ સારો છે કાયદાને સમજે છે પરંતુ 5% પોલીસવાળાઓએ ભાજપની ચડ્ડીઓ પહેરી છે.
આ લોકો ચેતી જાય, અમારી સરકાર આવશે એ દિવસે એક કલાકની 500 કિલોમીટર કપડા વગર દોડવાની તૈયારી રાખજો, તેવી ધમકી આપી.
તેમજ જણાવ્યું કે ભાજપ ચૂંટણી વખતે જ જય બજરંગબલી બોલાવી ભાગલા પાડે છે તથા ચૂંટણી આવે ત્યારે જ તેમને રામ યાદ આવે છે.
પોલીસ નિવેદન મામલે ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે (Yamal Vyas) કોંગ્રેસ પ્રમુખને વળતો જવાબ આપતા કહ્યું કે, ગુજરાત પોલીસની દેશ ભરમાં પ્રશંસા થઇ રહી છે.
ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપવામાં સફળતા મેળવી છે તેમજ હત્યાના આરોપીઓને ઝડપી કડક સજા અપાવી છે. પોલીસની કામગીરીને કારણે મહિલાઓ પણ સુરક્ષિત છે.
ત્યારે કોંગ્રેસના પ્રમુખ પોલીસની કામગીરીને વખોડી રહ્યાં છે. જેમાં કોંગ્રેસની હતાશા જોવા મળી રહી છે. કોંગ્રેસ માટે આવનાર સમય ખૂબ અઘરો રહેવાનો છે.
Follow Netafy News & Stay updated with vadodara local news.