Menu Close

Congress Leaders Agressive Questions In VMC Meeting: કોર્પોરેશન ની સભામાં વિપક્ષનાં આક્રમક તેવર

congress-leaders-agressive-questions-in-corporation-meeting-vadodara
  1. બિલ્ડર સામે બોલવાની ભાજપમાં કોઈની તાકાત નથી: ચંદ્રકાન્ત ભથ્થું (Chandrakant shrivastav), પૂર્વ વિપક્ષી નેતા, કોંગ્રેસ વોર્ડ નં ૧૬
  2. 2. દીવાલ નહિ તોડો તો આગામી સભામાં ફ્લોર પર બેસીશું: પુષ્પાબેન વાઘેલા (Pushpaben Vaghela),  કોંગ્રેસ વોર્ડ નં ૧
  3. સાથે રેહજો નદીથી દીવાલની માપણી કરાવી લઈશું : રાખી શાહ (Rakhi Saha), ભાજપ વોર્ડ નં ૪
  4. હવે તો ઊંઘમાં પણ પાણી દેખાય છે : જહાં ભરવાડ (Jaha Bharwad), કોંગ્રેસ વોર્ડ નં ૧
  5. ભાયલી પાસેની કાંસની કામગીરી પૂર્ણ થવી જોઈએ: ઉમંગ બ્રહ્મભટ્ટ (Umang Brahmbhatt), ભાજપ વોર્ડ નં ૧૦
  6. તાંદલજાની આખી મસ્જિદ તોડવી પડશે : નીતિન દોંગા (Nitin Donga), ભાજપ વોર્ડ નં ૧૦.

વિવાદિત શ્રીબાલાજી ગ્રુપ દ્વારા ગેરકાયદે બાંધકામ મુદ્દે વિરોધ જતાવતા કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત ભથ્થું, કોર્પોરેટર
પુષ્પાબેન વાઘેલા અને જહાં ભરવાડે સભામાં હોબાળો મચાવ્યો હતો.

પુષ્પાબેન વાઘેલા એ વિરોધ જતાવતા સવાલ કર્યો કે વિશ્વામિત્રી કાંઠાની જમીન પ્રતિબંધિત હોવા છતાં પાલિકાએ રજાચિઠ્ઠી કેમની આપી?

ચંદ્રકાન્ત ભથ્થું એ કહ્યું કે બિલ્ડર સામે બોલવાની ભાજપમાં કોઈની તાકાત નથી.
તો જહાં ભરવાડે સવાલ કર્યો કે એરપોર્ટ ઓથોરિટી એ આપેલી મંજૂરી કરતા પણ વધારે હાઈટનું બાંધકામ છે તોય તોડતા કેમ નથી?

અધિકારીઓ પણ બિલ્ડર સાથે મળેલા છે એવું પુષ્પાબેને કહેતા ભડકેલા ભાજપના કોર્પોરેટર રાખી શાહે કહ્યું કે મારી સાથે ચાલો નદીથી દીવાલ સુધીની માપણી કરાવી લઈએ.

બીજી તરફ ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગા એ જણાવ્યું કે તાંદલજા મસ્જિદ નું આગળનું બાંધકામ જ નહિ પરંતુ તાપસ કરતા બહાર આવ્યું કે આખી મસ્જિદ જ દેરકાયદે બાંધવામાં આવી છે, મસ્જિદ ગાર્ડનનાં પ્લોટ પર બનાવવામાં આવી છે. કમિટી બનાવી યોગ્ય પગલાં ભરવામાં આવશે.

ભાજપના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે પોતાના પ્રશ્નો સભામાં મુકતા કહ્યું કે ભાયલી પાસેની વરસાદી કાંસની કામગીરી અધૂરી છે તે પુરી કરાવો.

તો કોંગ્રેસના (Congress) જહાં ભરવાડે કહ્યું કે ટીપી 13 વિસ્તારમાં 15 દિવસથી પાણીની સમસ્યાથી લોકો હેરાન થાય છે.

લોકોના રોજ ફોન આવે છે. હવે તો ઊંઘમાં પણ પાણી દેખાય છે મને.

ચંદ્રકાન્ત ભથ્થું એ કહ્યું કે શહેરમાં રખડતા ઢોરોના કારણે ભારે ગંદકી થાય છે, ઢોર પકડવામાં અડચણ ઉભી કરવામાં જે કોઈ પણ હોય તેની સામે પોલીસ ફરિયાદ નોંધો.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *