“શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી ડમી મેન છે. (City Congress pramukh-Rutvij Joshi) બીજાને ઈશારે ચાલે છે”: સુરેશ પટેલ પૂર્વ પ્રમુખ, કોંગ્રેસ
– તેમણે કહ્યું, આમંત્રિત સભ્યોમાં મને 11મું સ્થાન આપવામાં આવ્યું છે. તન, મન અને ધનથી કામ કરતા કાર્યકર્તાઓની પાર્ટીને જરૂર નથી તેવું લાગે છે.
– બીજી તરફ મહામંત્રી નિર્મલ ઠક્કરે પણ નારાજગીને પગલે રાજીનામુ ધર્યું.
– દિવસ રાત, પાર્ટી માટે પાયાનું કામ કરતા કાર્યકરોને સંગઠનમાં સ્થાન મળવું જોઈએ.
– વળી મહામંત્રી સાંઈ ઢેકાણેએ રાજીનામુ આપી પરત લીધું
આ સંગ કાશીએ જશે નહિ, દિલ્હી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં રજુઆત કરીશ.
શહેર કોંગ્રેસે જાહેર કરેલી સંગઠનની યાદી બાદ પાર્ટીમા વિવાદે વધુ વેગ પકડ્યો છે.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે (Suresh patel – Purv Pramukh Congress) હાલના શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી પર આક્રોશ ઠાલવ્યો છે તો બીજી તરફ યાદીમાં 23 નંબરના મહામંત્રી નિર્મલ ઠક્કરે પણ રાજીનામુ ધર્યું છે.
વધુમાં તેમને જણાવ્યું કે કોઈ પણ આક્ષેપ વિના કામ કરનારાને પાર્ટી એ હાંસિયામાં ધકેલી દીધા છે જયારે ભૂતકાળમાં ચૂંટણીની ટિકિટો વહેંચીને પાર્ટીને નુકશાન પહોંચાડનાર તોડબાજોના ઈશારે સંગઠનની ટિમ તૈયાર કરાઈ છે. શૈલેષ નગર શેઠ અને જતીન મોદી પાર્ટીની ઓફિસમાં આવ્યા નથી તેમજ પ્રશાંત પટેલને પ્રદેશને બદલે શહેર કોંગ્રેસની કારોબારીમાં મૂકીને તેમનું રાજકીય અપમાન કર્યું છે.
Follow Netafy News & Stay updated with vadodara local news.