ચા, પાણી અને પેટ્રોલના નામે પ્રજાના લાખો રૂપિયાનો ધુમાડો કરતા વડોદરા પાલિકાના સત્તાધીશો સામે શહેર કોંગ્રેસનું આવેદનપત્ર.
વડોદરા મહાનગર પાલિકામા જનતાનાં પૈસે કાયદા વિરુદ્ધ મોંઘી ગાડીઓ અને પેટ્રોલનો ધુમાડો કરતા તેમજ ચા-પાણી, નાસ્તામાં બેફામ ખર્ચા કરતાં પાલિકાનાં હોદેદારોને કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી દ્વારા મ્યુન્સિપલ કમિશ્નર શાલિનીબેન અગ્રવાલને (Municipal Commissioner Shaliniben Agrawal) આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી.
ગત તારીખ 18 મેનાં રોજ વિપક્ષી નેતા અમીબેન રાવતે (Opposittion Leader Amiben Ravat) તેમના વકીલ કિશોર પિલ્લે (Advocate Kishor Pillai) દ્વારા પાલિકાનાં હોદેદારોને લીગલ નોટિસ ફટકારવામાં આવી હતી.
આ મામલે મ્યુનિ. કમીશ્નર શાલિનીબેન અગ્રવાલ દ્વારા કોઈ પગલાં ન ભરાતાં આજે કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ ઋત્વિજ જોષી (Congress Pramukh Rutvij Joshi) દ્વારા પાલિકા કચેરીએ પોસ્ટર, બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરીને મ્યુન્સિપલ કમિશ્નર શાલિનીબેન અગ્રવાલને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Follow Netafy News & Stay updated with vadodara local news.