– રાજસ્થાનનાં CM અશોક ગહેલોતના સલાહકારનું ૧૮મી માર્ચનું ટ્વીટ
– વિધાનસભા ચૂંટણી પેહલા નવાજૂનીનાં એંધાણ
૨૦૨૦ માં કોંગ્રેસના ૮ ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું અને જૂન ૨૦૨૦ માં ભાજપમાં જોડાયા હતા.
ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલે કહ્યું હતું કે અમે કોઈ કોંગ્રેસીને પક્ષમાં લઈશું નહીં, પરંતુ જયરાજસિંહ પરમાર અને AMCના પૂર્વ નેતા દિનેશ શર્મા સહિતના નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આટલું જ નહીં, તેમની સાથે અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે ફરીવાર ભાજપમાં મોટો ભરતીમેળો યોજાય એવી ખુદ કોંગ્રેસના જ નેતાએ શક્યતાઓ દર્શાવી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાએ દાવો કર્યો છે કે ગુજરાત કોંગ્રેસના ૧૦ ધારાસભ્ય પર ભાજપની નજર છે. તેમના આ ધડાકાથી ગુજરાત કોંગ્રેસમાં જબરદસ્ત હલચલ શરૂ થઈ ગઈ છે.
સંયમ લોઢાએ ૧૮ મી માર્ચ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ભાજપની નજર કોંગ્રેસના ૧૦ ધારાસભ્ય પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો. લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે. ભાજપ કોંગ્રેસના ૧૦ ધારાસભ્યોના સંપર્કમાં છે.