Menu Close

Congress ના પીઢ નેતા જયરાજસિંહ પરમાર 150 સમર્થકો સાથે ભગવે રંગાયા, વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત કોંગ્રેસમાંથી નેતાઓની હિજરત

congress-veteran-leader-jayrajsinh-parmar-joins-bjp-with-150-supporters

 

ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress Purv Pravkta Jayrajsinh Parmar join BJP) પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ પરમાર, જેમણે 35 વર્ષ બાદ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, આજે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની (C.R.Patil) હાજરીમાં ભાજપમાં જોડાશે. સાથેજ તેમના ગાંધીનગર અને મહેસાણાથી 150 સમર્થકોએ ભાજપમાં જોડાવા માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

તેમના રાજીનામાનાં પત્રમાં પરમારે રાજ્ય પાર્ટી એકમની કામગીરી સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ક્ષત્રિય સમુદાયના અને ઉત્તર ગુજરાતના વતની, જ્યાં કોંગ્રેસની સારી પકડ છે, પરમારે કહ્યું હતું કે કોંગ્રેસે લાંબા સમય સુધી તેમની અવગણના કરી હતી. તેમને લખ્યું હતું કે તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બિનકાર્યક્ષમતાથી કંટાળી ગયા છે અને પાર્ટી પાંચ-છ નેતાઓની અંગત મિલકત બની ગઈ છે, જેઓ ચૂંટણી પણ જીતી શકતા નથી.

તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે 2007, 2012, 2017 અને 2019 (પેટાચૂંટણી) ની ચૂંટણીમાં મહેસાણાની ખેરાલુ વિધાનસભા મતવિસ્તાર માટે ટિકિટ માંગી હોવા છતાં, કોંગ્રેસ દ્વારા તેમને ઉમેદવારી આપવામાં આવી ન હતી. તેમના રાજીનામા બાદ ગુજરાત ભાજપની મીડિયા ટીમના સભ્ય કિશનસિંહ સોલંકી ગુરુવારે પરમારને તેમના ઘરે મળ્યા હતા અને તેમને  બાદમાં પત્રકારોને કહ્યું હતું કે જો પરમાર શાસક દળમાં જોડાવાનું નક્કી કરશે તો ભાજપ તેમનું સ્વાગત કરશે.

બે દાયકાથી વધુ સમયથી ગુજરાતમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે 2020 થી તેના 10 થી વધુ ધારાસભ્યો ગુમાવ્યા છે. છેલ્લા એક દાયકામાં, ભાજપ વ્યવસ્થિત રીતે કોંગ્રેસના ધારાસભ્યો પર જીત મેળવી રહ્યું છે – ખાસ કરીને વિધાનસભા, લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ પહેલા. કોંગ્રેસે 2017માં 182 સભ્યોની વિધાનસભામાં ભાજપની સંખ્યા 99 સુધી મર્યાદિત કરી દીધી હતી અને પોતે 77 બેઠકો જીતી હતી.

કોંગ્રેસ માટે આગળનો માર્ગ મહત્વપૂર્ણ રહેશે કારણ કે રાજ્યમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી થવાની છે. જો નેતાઓ આમજ પલાયન થયા કરશે તો કોંગ્રેસ ડિસેમ્બરમાં સારા પ્રદર્શનનું પુનરાવર્તન કરે તેવી શક્યતા નથી. કોંગ્રેસને તેના ટોળાને સાથે રાખવાની સાથેજ ચૂંટણી જીતી શકે તેવા નેતાઓને શોધવાની પણ જરૂર છે.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *