કોરોના વાઇરસ, નામ સાંભળીને જ ગભરાટ થવા લાગે. 2020 અને 2021માં તરખાટ મચાવનાર કોરોના વાઇરસે ફરી માથું ઊંચક્યું છે.
ડેલ્ટા, ઓમિક્રોન જેવા વેરિયન્ટ ધરાવતો વાઇરસ વળી પાછો વિશ્વમાં પગપેસારો કરી રહ્યો છે. આ વખતે ઓમિક્રોનના જ નવા સબ-વેરિયન્ટ BF.7 તરીકે પાછું ફર્યું છે.
છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં આ BF.7 વેરિયન્ટ ધરાવતા 5.37 લાખ કોરોનાના કેસ નોંધાયા છે.
જેને લઈને વિશ્વના મોટાભાગના દેશોએ પોતાના સ્વાસ્થ્ય ખાતાને દોડતું કરી દીધું છે.
ચીનમાં ઢગલો મોઢે માણસ મરી રહ્યા છે. WHOના કહેવા પ્રમાણે અડધો અડધ ચીન કોરોનાની લપેટમાં આવી ગયું છે.
ત્યાં લોકો દવા ખરીદવા માટે લાઈનોની લાઈનો કરીને ઉભા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં જાપાનમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. અમેરિકા પણ તેના કરતા પાછું રહ્યું નથી, ત્યાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે. ફ્રાન્સમાં પણ અચાનક સ્થિતિ બગડી છે અને એક જ દિવસમાં 55 હજાર જેટલા કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં અમદવાદ, ભાવનગર અને વડોદરામાં એક-એક કેસ નોંધાયો હતો. જેમાં અમદાવાદમાં 60 વર્ષ અને 57 વર્ષના વૃદ્ધમાં ઓમિક્રોન BF.7 વેરિયેન્ટ ધરાવતો કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો હતો. તેમજ સપ્ટેમ્બરમાં વડોદરા આવનાર 61 વર્ષની NRI મહિલામાં પણ આ વેરિયેન્ટના લક્ષણો જોવા મળ્યા હતા. જયારે ભાવનગર, તાપી અને દાહોદના એક-એક કેસ મળીને કુલ કેસ સામે આવ્યા છે.
ભારતના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજે તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી હતી અને સમગ્ર રાજ્યના સ્વાસ્થ્ય તંત્રને ચેતવી દીધા હતા. કોરોનાને લઈને તાવ અને શરદીની અસરકારક દવાઓના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યા છે. તેમજ વધુને વધુ ટેસ્ટિંગ ચાલુ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.
PM સાથેની મિટિંગ પુરી થયા બાદ આવતા ક્રિસમસને તહેવારને લઈને નવી ગાઈડલાઇન્સ સામે આવી શકે છે. કારણ કે ભારતમાં પણ કોરોના વેરિયન્ટ BF.7ના કેસ નોંધાવા માંડ્યા છે. સાથે સાથે કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ઓડિશા રાજ્યની સરકારે તંત્રને હાઈએલર્ટ પર રહેવા માટે જણાવ્યું છે.