પાલિકાની બજેટ લક્ષી સામાન્ય સભામાં વોર્ડ ન.15ના કાઉન્સિલર આશિષ જોશીએ (Ward 15 Corporator Ashish Joshi) નાલંદા પાણીની ટાંકી ખાતે પંપને લઈને ભ્રષ્ટાચાર આચરાયો હોવાની રજુઆત પદાધિકારીઓ સમક્ષ કરી હતી. તેમજ આ અંગે તેમને પ્રદેશમાં પણ રજુઆત કરવાનું જણાવ્યું હતું.
તે સંદર્ભે મેયર કેયુર રોકડીયાએ (Mayur Keyurbhai Rokadia) તપાસનાં આદેશો આપી મીડિયાને જણાવ્યું કે આ રજુઆતનાં આધારે કમિશનરને સૂચના આપી કે આ પંપના ખરીદી અથવા ઈન્સ્ટોલેશનમાં કોઈ ખામી હોય તો એની તાત્કાલિક તાપસ થવી જોઈએ અને જરૂર પડે તો અધિકારી પર પણ કાર્યવાહી કરવાના આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે નાલંદા ટાંકીના પંપહોઉસનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.