2022 વિધાનસભાની ચૂંટણી(2022 Lok Sabha Election) લડવા માટે મંજૂરી માંગી હતી જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી
2015ના પાટીદાર સમાજ અનામત આંદોલનમાં તોડફોડ અને હિંસા ફેલાવવા બદલ હાર્દિકને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા
હું કોઈ સિરિયલ કિલર નથી – હાર્દિક પટેલની દલીલ
ગુજરાતમાં 2015માં હાર્દિક પટેલે પાટીદાર સમાજ ( Hardik Patel Patidar Samaj) માટે અનામતની માંગણીને લઈને પાટીદાર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.
જેમાં આંદોલનને કારણે ભારે હિંસા થઈ હતી અને ભાજપના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ અને અગ્નિદાહ, મિલકતોને નુકશાન અને ગેરકાયદેસર એસેમ્બલીના ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ ટ્રાયલ કોર્ટ દ્વારા હાર્દિકને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી જેથી તે 2019ની લોકસભાની ચૂંટણી (2019 Lok Sabha Election) લડી શકે. પરંતુ હાઈકોર્ટે (High Court rejected his plea) તેની અરજીને ફગાવી દીધી હતી જેના કારણે તે ચૂંટણી નહોતો લડી શક્યો.
જોકે હાર્દિક પટેલે આ વખતે પણ ચૂંટણી લડવા માટે મંજૂરી માંગી હતી જેને સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી છે. જેથી હાર્દિક પટેલ હવે 2022ની વિધાનસભાની ચૂંટણી લડી શકશે.
Follow Netafy News & Stay updated with vadodara local news.