5 લાખની ડિપોઝીટને વીમા કવચ અપાશે, 90 દિવસમાં રિફંડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (5 lakh deposit will be given insurance cover, refund in 90 days: Prime Minister Narendra Modi)
બેંકોમાં હાલ 76 લાખ કરોડની રકમ વીમા સુરક્ષિત છે
અગાઉ બેન્કોમાં રૂ. 1 લાખ સુધીની ડિપોઝિટ્સ વીમા સુરક્ષિત હતી જેની મર્યાદા વધારીને 5 લાખ સુધીની કરવામાં આવી.
પીએમ મોદીએ (Prime Minister of India Narendra Modi) જણાવ્યું કે બેન્કો વિમાની રકમ ચૂકવવા માટે પ્રતિબદ્ધ છે, ફક્ત 90 દિવસમાં જ વિમાની રકમ ખાતેદારના ખાતામાં રિફંડ કરી દેવામાં આવશે.
જેમના પૈસા ફસાઈ ગયા હોય તેવા ડીપોઝીટર્સને 1300 કરોડની રકમ પરત આપવામાં આવી છે.
ઉપરાંત પીએમે જણાવ્યું કે નાની નાની બેન્કોને મોટી બેંકોમાં મર્જ કરી ને વધુ મજબૂત કરવામાં આવી છે જેથી થાપણદારોના પૈસા સલામત રહી શકે.
આ વ્યવસ્થા અંતર્ગત 98% લોકોની જમા રકમને સુરક્ષિત કરવામાં આવી છે.