વડોદરાની 5 પૈકી 3 બેઠકોના નામ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા પહેલી જ યાદીમાં જાહેર કરી દીધા છે.
પરંતુ સયાજીગંજ અને માંજલપુરની બેઠક પર કોકડું હજી ઘુંચવાયેલું જોવા મળે છે.
સયાજીગંજ વિધાન સભાની વાત કરીએ તો ચાલુ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા દ્વારા આગાઉથી જ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી હતી. તેથી આ બેઠકનો ઉમેદવાર બદલાવો નક્કી હતો.
પરંતુ મળતી માહિતી મુજબ જીતેન્દ્ર સુખડીયાએ ફરી લડવાની ઈચ્છા દર્શાવી હતી એવી વહેતી થઈ હતી. અથવા તો તેમના દ્વારા કોઈ વૈષ્ણવ ઉમેદવારના નામ માટે ભલામણ કરવામાં આવી હતી.
આ પરિસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ પ્રથમ પસંદગી આવે છે. ઉપરાંત મેયર કેયુર રોકડીયા અને પૂર્વ ધારાસભ્યનાં પત્નીનાં નામ પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.
જો ઓબીસી ફોર્મ્યુલા આપનાવામાં આવે તો પૂર્વ મહામંત્રી શબ્દશરણ, પૂર્વ મેયર ભરત ડાંગર અને જીગર ઇનામદારનું નામ આવી શકે છે.
ઉપરાંત પાટીદાર ઉમેદવાર તરીકે બિનવિવાદિત નામ ડૉ. હિતેન્દ્ર પટેલનું પણ ચાલી રહ્યું છે. જો એકપણ નામ પર સર્વસંમતિ ન સધાય તો સયાજીગંજ માટે કોઈક સરપ્રાઈઝ માટે પણ તૈયાર રહેવું પડે.
આ બાજુ યોગેશ પટેલ હજી પોતાની સીટ છોડવા તૈયાર નથી. અને ફરી લડવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે. તેથી માંજલપુર બેઠક પર પણ નામ જાહેર કરવામાં વિલંબ જોવા મળી રહ્યો છે. યોગેશ પટેલ દ્વારા ગતરોજ પોતાના સમર્થકો સાથે બેઠકો કરતા માંજલપુરનું વાતાવરણ પણ ગરમાયું છે.
જિલ્લા બેઠકોમાં વિરોધનો સામનો કરી રહેલી ભાજપ શહેરમાં કોઈ નવો વિવાદ ઈચ્છતી ન હોવાથી ઉમેદવારોની પસંદગીમાં પૂરતો સમય લઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. https://netafy.in/overlooked-bjp-candidates-around-vadodara-district-on-fire/