પશ્ચિમ બંગાળના(West Bengal) સાંસદ મહૂઆ મોઈત્રા(Mahua Moitra) વિવાદિત નિવેદનો આપવા માટે જાણીતા છે.
હાલમાં એક ડોકયુમેન્ટ્રી ફિલ્મ(Documentary Film) ‘કાલી'(Kaali) ને લઈને દેશભરમાં વિરોધ ઊભો થઈ રહ્યો છે. આ મૂવીમાં દેવી મા કાલીને ધૂમ્રપાન(Smocking) કરતા દર્શાવામાં આવ્યા છે.
તેને લઈને દેશભરમાં હિન્દુ(Hindu) દેવીનું અપમાન કરવા બદલ ઉગ્ર રોષ જોવા મળ્યો છે.
આ વીષે પ્રશ્ન કરવામાં આવતાં, તેમણે બિનદાસ્ત નિવેદન આપતાં કહ્યું કે, કાલી માતા તો શરાબ(Drink) અને પ્રાણીઓનાં માંસને ભોગ તરીકે સ્વીકારનાર દેવી છે. જો કે તેમના આ નિવેદનનો સામન્ય પ્રજા અને રાજકીય પક્ષો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે કોંગ્રેસ(Congress)ના સંસદ શશી થરૂરે(Shashi Tharoor) મોઇત્રાના નિવેદનને વ્યાજબી ઠેરવી દીધું. શશીના મતે આ વાત તમે સ્વીકારો કે ના સ્વીકારો, પણ દરેક હિન્દુ જાણે જ છે. મહુઆ મોઇત્રા એ કંઈ નવું નથી કહ્યું, તેમ શશી ના કહેવાનો મતલબ છે.
દરમયાન અનેક રાજ્યો એ M.P. રાજ્ય(MP Stat)ની માફક ‘kaali’ ડોકયુમેન્ટ્રી ફિલ્મ ઉપર પ્રતિબંધની વિચારણા કરવા માંડી છે.