ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રચાર હમણાં પુર જોશમાં ચાલી રહયા છે.
ગત રોજ ગુજરાત સરકાર દ્વારા મતદાન તારીખ 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ જે તે જિલ્લાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જેથી કરીને મતદાનની ટકાવારી વધે.
પરંતુ આ રજાનો ઉપયોગ જો તમે ફરવા મટે કરવાના હોવ તો ચેતી જજો. આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણ વહીવટી તંત્ર દ્વારા દારુબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે જો આ તારીખોમાં તમે દીવ કે દમણ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો પ્લાન બદલી નાખજો.
દીવ-દમણ વહીવટી તંત્ર દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીના બન્ને તબક્કા દરમિયાન દારુબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જે અંતર્ગત 29મી તારીખ મંગળવાર સાંજે 5 વાગ્યાથી 1 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી આમ ત્રણ દિવસ માટે દારુબંધી રહેશે.
તેમજ 3 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી 5 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી દારુબંધી રહેશે.
જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે.
જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે.
8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ચૂંટણી શાંતિપૂર્ણ યોજવા દીવ દમણ પ્રશાસનનો દારૂબંધીનો નિર્ણય
29 નવેમ્બર સાંજે 5 વાગ્યાથી 1 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી દારૂબંધી
3 ડિસેમ્બર સાંજે 5 વાગ્યાથી, 5 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી દારૂબંધી
8 ડિસેમ્બરના રોજ સંપૂર્ણ દારૂબંધી
For more information download Netafy App