Menu Close

The Minimum Age Of Marriage For Girls Has Been Raised From 18 To 21 Years: છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ ઉંમર 18થી વધારી 21 વર્ષ કરવામાં આવી, કેબિનેટમાં મંજૂરી

females-age-increased-18-to-21-for-marriage

તમામ ધર્મ અને વર્ગને લાગુ પડશે આ કાયદો

સરકારના આ નિર્ણયથી શું તમે સહમત છો?

છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવામાં આવી છે. (The minimum age of marriage for Girls has been raised from 18 To 21 Years)

વડાપ્રધાન મોદીએ 15 ઓગષ્ટ, 2020ના રોજ લાલ કિલ્લા પરથી સંબોધન દરમિયાન આ વિષય નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, દીકરીઓને કુપોષણથી બચાવવા માટે જરૂરી છે કે તેમના લગ્ન યોગ્ય સમયે થાય.

હાલના કાયદા પ્રમાણે દેશમાં લગ્ન માટે પુરૂષોની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહિલાઓની 18 વર્ષની છે.

નીતિ આયોગમાં જયા જેટલીની અધ્યક્ષતામાં બનેલી ટાસ્ક ફોર્સની ભલામણ અંતર્ગત સરકાર હવે બાળ વિવાહ નિષેધ કાયદા, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટમાં સંશોધન કરશે.

અગાઉ પણ લગ્નના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં છોકરીઓની ન્યૂનતમ ઉંમરમાં ફેરફાર કરી શારદા એક્ટ 1929માં ફેરફાર કરીને લગ્નની ઉંમર 15થી વધારી 18 કરવામાં આવી હતી.

UNICEFના આંકડા અનુસાર ભારતમાં દર વર્ષે 15 લાખ છોકરીનાં વિવાહ 18 વર્ષથી ઓછી ઉંમરે જ થઈ જાય છે. વસતિ ગણતરીના આંકડા મુજબ દેશમાં 18થી 21 વર્ષની વચ્ચે લગ્ન કરનારી યુવતીઓની સંખ્યા અંદાજે 16 કરોડ છે.

જયા જેટલીએ જણાવ્યું કે આ બદલાવનો  મુખ્ય ઉદ્દેશ્ય વસ્તીને નિયંત્રિત કરવાનો નથી.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના હાલના આંકડા  અનુસાર કુલ પ્રજનન દરમાં ઘટાડો થયો છે અને વસ્તી પણ નિયંત્રણમાં છે.

છોકરીઓ માટે લગ્નની ઉંમર વધારવાનો હેતુ સ્ત્રીઓને  સશક્તિકરણ કરવાનો છે.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *