ઝારખંડની IAS અધિકારી પૂજા સિંઘલ(Pooja Singhal) સાથે કેન્દ્રીય હોમ મિનિસ્ટર અમિત શાહની(Amit Shah) તસવીર શેર કરવા બદલ, તેમજ તસવીરમાં બિભત્સ લખાણ લખવાં બદલ ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની(Avinash Das) પોતાના ઘરની બહાર નીકળતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે(Ahmedabad Crime Branch) ધરપકડ કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મમેકર(Film Maker) અવિનાશ દાસ સામે કલમ 469 (છેતરપિંડી) હેઠળ ગુનો નોંધ્યો છે. આ સિવાય આઈટી એક્ટ અને રાષ્ટ્રીય પ્રતીકોના(National Symbols) અપમાન સંબંધિત કેસમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. અવિનાશ દાસે ફેસબુક(Facebook) અને ઈન્સ્ટાગ્રામ(Instragram) એકાઉન્ટ પર એક મહિલાની તસવીરો પણ શેર કરી હતી, જેમાં તે ત્રિરંગો પહેરેલી જોવા મળી હતી.
અવિનાશ દાસે હોઇકોર્ટમાં માફી માંગીને જમીન માટેની અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે અરજી નકારતા કહ્યું હતું કે, દાસે રાષ્ટ્રીય સન્માન અધિનિયમા નિયમોનું ઉલ્લંઘન કરતા, એક પેઈન્ટિંગને પ્રસારિત કર્યું, જેમાં એક વ્યક્તિને ત્રિરંગાથી બનેલ કપડા પહેરાવતા દેખાવવામાં આવ્યો. જે પ્રતીત કરે છે કે, અરજી કરનારે રાષ્ટ્રીય ધ્વજનુ અપમાન કર્યુ છે. તેથી કોર્ટ દ્વારા તેને રાહત આપવામાં ન આવે.