Menu Close

ISRO દ્વારા દેશનું પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO દ્વારા આજે દેશનું પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ – વિક્રમ-S, 18 નવેમ્બર, 2022 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

 

ISRO ચેન્નઈથી લગભગ 115 કિલોમીટર દૂર શ્રીહરિકોટામાં તેના સ્પેસપોર્ટ પરથી વિક્રમ-એસ રોકેટને અવકાશ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.

ISRO દ્વારા કરવામાં આવેલ આ પ્રક્ષેપણ ઈતિહાસ રચશે.

ભારતનું આ પગલું અવકાશ ક્ષેત્રમાં એક વિશાળ છલાંગ જેવું છે. આજના આ કાર્યક્રમથી ખાનગી ક્ષેત્ર સાથે તેના સંબંધોમાં વૃદ્ધિ થશે.

ISRO વિક્રમ-S રોકેટ લોંચનો સમય સવારે 11.30 કલાકે નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આ અગાઉ આ પ્રક્ષેપણ 15 નવેમ્બરના રોજ કરવાનું નિર્ધારિત હતું. પરંતુ વાતાવરણ અને આબોહવા જોઈ તેને આજના દિવસે નિર્ધારિત કરવામાં આવ્યું હતું.

આ રોકેટનું નિર્માણ હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા કરવામાં આવ્યું છેઆ ખાનગી વિક્રમ S રોકેટનું નામ ઈસરોના સ્થાપક વિક્રમ સા જીરાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ મિશન ને ‘પ્રારંભ’ નામ આપવામાં આવ્યું છે.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *