Menu Close

અમદાવાદ કોર્પોરેશનનાં પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માનું કોંગ્રેસમાંથી રાજીનામું

former-amc-leader-of-opposition-dinesh-sharma-resigns-from-congress

આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં (Ahmedabad Municipal Corporation) પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ (Opposition Leader Dinesh Sharma Resign from Congress) કોંગ્રેસના પ્રાથમિક પદ અને તમામ જવાબદારીઓ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ વિપક્ષ નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણની વરણી થતા કોંગ્રેસના બે સિનિયર મહિલા કાઉન્સિલર પણ આવતા દિવસોમાં રાજીનામુ આપશે.

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને આપેલા રાજીનામાપત્રમાં દિનેશ શર્માએ જણાવ્યું હતું કે કોંગ્રેસની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલ રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકે તેમ નથી તેમજ પક્ષને કુંભકરણની નિંદ્રામાંથી જગાડવા માટે અનેક સકારાત્મક સૂચનો કર્યા છતાંય પરિણામ મળ્યા નથી.

એક વર્ષ પેહલા AMCના વિપક્ષ નેતાના પદેથી નીચે ઉતરતા તેમને કહ્યું હતું કે તેઓ કોઈપણ દબાણમાં આવ્યા વગર પાર્ટીનાં હિતમાં રાજીનામું આપતા હતા.

કાલ રોજ કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને એ પેહલા લુણાવાડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. જયરાજસિંહે ભાજપમાં જોડાયા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસમાં જીતવાની શક્તિ મરી ગઈ છે.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *