Menu Close

From 1st July Single Use Of Plastic Ban:હવે 1લી જુલાઇથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વિતરણ, વેપાર અને વપરાશ પર પ્રતિબંધ

From 1st july single use of plastic manufacture and usage will be ban netafy news

– વડોદરાના પ્રદુષણ વિભાગ દ્વારા શહેરના 11 પ્લાસ્ટિક યુનિટને નોટિસો આપીને 1લી જુલાઇથી ઉત્પાદન બંધ કરવા આદેશ.

– પ્રસંગોમાં વપરાતી થર્મોકોલની ડીસ્પોઝલ ડીશ, પ્લાસ્ટીકના ગ્લાસ સહિતની વસ્તુઓ નહીં વાપરી શકાય.

– નવા નિયમ મુજબ કેરી બેગની જાડાઇ 50 માઇક્રોનથી 75 માઇક્રોન તથા 31મી ડિસેમ્બરથી આ જાડાઇ 75 માઇક્રોનથી 120 માઇક્રોન કરવાની રહેશે.

નિયમભંગ કરનાર ઉત્પાદક કે વપરાશકર્તાને પાલિકા રૂા.5000નો દંડ ફટકારશે.

દેશભરમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નોટિફિકેશન અંતર્ગત આગામી 1લી જુલાઇથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, આયાત, સંગ્રહ , વિતરણ, વેપાર અને વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ અંતર્ગત વડોદરાના પ્રદુષણ વિભાગ દ્વારા શહેરના 11 સિંગલ યુઝ પ્લાસ્ટિક યુનિટને પ્રતિબંધક નોટિસો આપીને 1લી જુલાઇથી ઉત્પાદન બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે. (Vadodara’s pollution department has ordered 11 single use plastic units of the city to stop production from 1st July by issuing ban notice)

આ પ્રતિબંધ બાદ 100 માઇક્રોનથી ઓછી જાડાઇની સંખ્યાબંધ ચીજો જે એકવારનો ઉપયોગ કરીને જ ફેકવામાં આવે છે તેનો કોઇ ઉપયોગ પણ કરી શકશે નહીં.

જેને પગલે પ્રસંગોમાં વપરાતી થર્મોકોલની ડીસ્પોઝલ ડીશ, પ્લાસ્ટીકના ગ્લાસ સહિતની વસ્તુઓ પણ નહીં વાપરી શકાય.

શહેર/ જિલ્લામાં નિયમનું ચોક્કસ પાલન થાય થાય તે માટેની જવાબદારી GPCB અને પાલિકાની છે. કલેક્ટર, ડીડીઓ, મ્યુ. કમિશનરને પણ આ નિયમનો અમલ કરાવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

નવા નિર્દેશો અનુસાર કેરી બેગની જાડાઇ 50 માઇક્રોનથી 75 માઇક્રોન તથા 31મી ડિસેમ્બરથી આ જાડાઇ 75 માઇક્રોનથી 120 માઇક્રોન કરવાની રહેશે.

નીચે જણાવેલ ચીજો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે:

– પ્લાસ્ટિકની ડીશ (Plastic dish)

– પીણામાં અપાતી પ્લાસ્ટિક સ્ટ્રો (Plastic straws)

– ફુગ્ગા સાથે જોડવામાં આવતી પ્લાસ્ટિકની દંડી (Plastic Balloon sticks)

– ઇયર બડ્સ (Ear buds)

– કપ- ગ્લાસ (Cup-Glass)

– પ્લાસ્ટિક ધ્વજ (Plastic Flag)

– કેન્ડી સ્ટીક્સ (Candy sticks)

– આઇસક્રીમની દાંડી (Ice Cream sticks)

– થર્મોકોલની સજાવટની સામગ્રી (Thermocol decoration material)

– થર્મોકોલની પ્લેટો- કપ, ગ્લાસ, કાંટા,ચમચી, સ્ટ્રો જેવી કટલરી (Thermocol plates-cups, glass, fork, spoon, cutlery like a straw)

– મીઠાઇના ડબા, નિમંત્રણ કાર્ડ (Dessert Box, invitation card)

– સિગરેટના પેકેટ વગેરે (Packets of cigarettes)

જે કોઈ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કે વપરાશ કરતુ પકડાશે તો પાલિકા તેમનો સામાન જપ્ત કરાશે તેમજ જીપીસીબીની ગાઇડલાઇન મુજબ રૂ.5000 પ્રતિ ટન એન્વાયર્મેન્ટ કમ્પેન્સેશન રૂપે વસૂલ કરવામાં આવશે.

 

For more news click on Netafy-News Vadodara.

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *