– રાંધણગેસનો એક બોટલ રૂ.955.50 એ પહોંચ્યો (LPG Cylinder – 955.50 rs)
– પેટ્રોલનાં ભાવ રૂ.95.59એ પહોંચ્યો (Petrol – 95.59 rs)
– ડીઝલનાં ભાવમાં રૂ.89.62એ પહોંચ્યો (Diesel – 89.62 rs)
LPG સિલિન્ડર યુઝર્સને મંગળવારે મોટો ફટકો પડયો છે. કારણએ છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમત એકજ ઝાટકે 50 રૂપિયા વધારી દીધી છે. એજ રીતે દેશનાં મોટા શહેરોમાં LPG સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે.
વડોદરામાં રાંધણગેસનો એક બોટલ 956.50ની આસપાસ મળશે. રાંઘણગેસમાં છેલ્લે 6 ઓક્ટોબરના રોજ ભાવ વધારવામાં આવ્યો હતો. 19 KG કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે રૂ. 2003.50 રહેશે. (19 kg Commercial cylinder – 2003.50 rs)
વડોદરામાં પેટ્રોલનો ભાવ રૂ. 94.08 પ્રતિ લિટર હતો.
એ આજે થયેલી જાહેરાત પ્રમાણે, પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 85 પૈસાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. ભાવવધારા બાદ વડોદરામાં નવા ભાવ પ્રમાણે પેટ્રોલનો ભાવ રૂ. 95.59 પ્રતિ લિટર પર પહોંચ્યો છે,જે આજે મધ્યરાત્રિથી બદલાઈ ગયો છે.
137 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં ફેરફાર થયો.પેટ્રોલિયમ પેદાશોના ભાવની વાત કરીએ તો 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. અગાઉ દિવાળીના દિવસે 4 નવેમ્બર 2021ના રોજ રૂ. 10 પ્રતિ લિટર ભાવ ઘટ્યા હતા. ત્યારથી લઈને 21 માર્ચ 2022 સુધી ભાવ સ્થિર રહ્યા બાદ આજે 22 માર્ચે ભાવમાં વધારો થયો છે.
જાણવા મળ્યું છે કે રશિયા અને યુકેન વચ્ચેનાં યુદ્ધનાં કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતમાં 40 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. આથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે સ્થાનિક સ્તરે LPG સિલિન્ડર અને પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો કરવો જરૂરી બની ગયો હતો.
Follow Netafy News & Stay updated with vadodara local news.