રવિવારના(Sunday) દિવસે કેરલના(Kerala) કોલ્લમ(Kollam) જિલ્લામાં થયેલ NEET પરીક્ષાને લઇ, NTA (National Testing Agency) એક 17 વર્ષની પુત્રીને અંતઃવસ્ત્રો(Inner Wear, Bra) ઉતારવા અંગે ફરિયાદની તપાસ માટે એક ‘ફેક્ટ- ફાઇન્ડિંગ કમિટી’ની(Fact-Finding Committee) રચના કરી હતી.
તેમજ શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિને કથિત ઘટના સમયે પરીક્ષા કેન્દ્રમાં હાજર હોદ્દેદારો(Incumbents) પાસેથી સ્થળ પર ઘટના વિશેની તમામ હકીકતો જાણવાની અને ચાર અઠવાડિયામાં(4 Weeks) પોતાનો અહેવાલ સુપરત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ત્રણ સભ્યોની સમિતિમાં એનટીએના સિનિયર ડિરેક્ટર ડો.સાધના પ્રશર, સરસ્વતી વિદ્યાલયના ઐરપપુરા વત્તીયોરકાવુ, તિરુવનંતપુરમ અને એર્નાકુલમની પ્રગતિ એકેડમીના સુચિત્રા શાયજીન્થનો સમાવેશ થાય છે.
NTAએ સોમવારે(Monday) રાત્રે જારી કરેલા એક નિવેદનમાં આરોપોનો વિરોધ કર્યો હતો, અને કહ્યું હતું કે પરીક્ષા કેન્દ્રનો હવાલો સંભાળતા નિરીક્ષકોએ આવી કોઈ ઘટનાની જાણ કરી નથી. તેમજ મંગળવારે કેરળ પોલીસે રાજ્યના કોલ્લમ જિલ્લામાં બનેલી આ ઘટના મામલે કેસ નોંધ્યો હતો. જેમાં 3 લોકોની ધડપકડ કરવામાં આવી હતી.
ફરિયાદમાં, ઉમેદવારના પિતાએ આરોપ લગાવ્યો છે કે, કોલ્લમના અયુર ખાતેની માર થોમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજીમાં(Mar Thoma Institute Of Information Technology) પરીક્ષામાં ભાગ લેનાર ઘણી વિદ્યાર્થીનીઓને તેમના આંતરિક વસ્ત્રો દૂર કરવાની ફરજ પડી હતી, જોકે નીટનું આયોજન કરતી એનટીએ દ્વારા ફરજિયાત ધોરણો હેઠળ આ આવશ્યકતા નથી.
તેથી મહિલા પોલીસ દ્વારા IPC કલમ 354 એટલે કે, કોઈ પણ યુવતી કે મહિલા પર કોઈ હુમલો અથવા કોઈ જોરજબરદસ્તી કરે, અને IPC કલમ 509 એટલે કે, કોઈ યુવતી કે મહિલાની જાત પર ખોટા શબ્દો બોલવા અથવા કોઈ અંગ વિશે વાત કરવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે.