અવતારના ચાહકો માટે એક દાયકાના લાંબા વનવાસ બાદ ખુશીઓના દિવસો આવ્યા છે. લગભગ 13 વર્ષ પછી આજે 16મી ડિસૅમ્બરે અવતારની સિક્વલ અવતાર: ધ વે ઑફ વૉટર રિલીઝ થઇ રહી છે.
2009માં જૅમ્સ કેમેરોને અવતાર રિલીઝ કરીને Sci-fi કેટેગરીમાં એક નવો જ ચીલો ચીતર્યો હતો. જેના વિઝ્યુઅલ્સને લઈને ઓડિયન્સ દંગ રહી ગઈ હતી. તે સમયે કેમેરોને દેખાડેલી પેન્ડોરાની દુનિયા આજે ફરી દુનિયા તેની સાક્ષી બનવા તરફ જઈ રહી છે.
હકીકતે, અવતારની સિક્વલ 2015માં જ રિલીઝ થઇ જવાની હતી. પરંતુ કોઈ કારણોસર તે રિલીઝ થઇ શકી નહોતી, ત્યારબાદ એક ભાગ એડ કરવા માટે 2016 પર ઠેલાઇ હતી. ત્યારબાદ 2017માં ડિઝની અને ફોક્સના મર્જરને લીધે ફિલ્મનું રિલીઝ અટકી ગયું હતું. અને પછી COVID-19ના કારણે 2021 સુધી રિલીઝ કરવાનો મોકો મળ્યો ન હતો.
અવતાર: ધ વૅ ઑફ વૉટર કાસ્ટ
અવતારના પહેલા ભાગમાં કામ કરી ચૂકેલ મોટાભાગના કલાકારોને જ સિક્વલ માટે કાસ્ટ કરવામાં આવ્યા છે. અવતાર 2ની કાસ્ટ જોઈએ તો સેમ વરથિંગટન, ઝૉઈ સેલડાના, સિગૉર્ની વીવર, સ્ટીફન લેંગ, જીઓવાન્ની રિબિસી, સીસીએચ પાઉન્ડર, જોએલ ડેવિડ મૂર, દિલીપ રાવ (ડૉ. મેક્સ પટેલ), અને મેટ ગેરાલ્ડ (લાયલ વેનફ્લીટ).
સાથે બીજા અનુભવી કલાકારો ક્લિફ કર્ટિસ, કેટ વિન્સલેટ, ઉના ચેપ્લિન, જેમી ફ્લેટર્સ, બ્રિટન ડાલ્ટન, ટ્રિનિટી બ્લિસ, જેક ચેમ્પિયન, એડી ફાલ્કો, જેમૈન ક્લેમેન્ટ, અને મિશેલ યેઓહ પણ અવતાર 2માં છે. વિન ડીઝલ અને સીજે જોન્સને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ તેઓને અવતાર 3 માટે બચાવી રાખ્યા છે.
અવતાર: ધ વૅ ઑફ વૉટરના પડદા પાછળના કલાકારો
અવતાર 2 જેમ્સ કેમેરોને જ લખી છે અને ડાયરેક્ટ કરી છે. અવતાર: ધ વૅ ઑફ વૉટરની સ્ક્રીપ્ટ લખવા માટે કેમેરોન સાથે સ્ક્રીનરાઇટર જોશ ફ્રાઈડમેને હાથ મિલાવ્યા હતા. ફરી એકવાર કેમેરોન અને જોન લેંડાઉ આ ફિલ્મના પ્રોડ્યુસર બન્યા હતા. તેમજ, પીટર એમ. ટોબ્યાન્સેન અને ડેવિડ વાલ્ડેસે એક્ઝેક્યુટીવ પ્રોડ્યુસર તરીકેની જવાબદારી સ્વીકારી છે.
ટાઇટેનિકના જ સિનેમેટોગ્રાફર રસેલ કાર્પેન્ટરે અવતાર: ધ વૅ ઑફ વૉટરની સિનેમેટોગ્રાફી કરી છે. તેમજ અવતારના ઓરીજનલ સ્કોરના કમ્પોઝર જેમ્સ હોર્નરનું 2015માં અવસાન થયું હોવાથી અવતાર: ધ વૅ ઑફ વૉટરનું સાયમન ફ્રેંગલેને મ્યુઝિક કમ્પોઝ કર્યું છે.
For more entertainment related news visit netafy news entertainment menu.