વડોદરામાં વધુ એક યુવતીની ઘાતકી હત્યાથી આખા પંથકમાં અરેરાટી
તરસાલી બાયપાસ (Tarsali bypass, Dhaniyavi road) પાસે ધનિયાવી રોડ પર 19 વર્ષની તૃષા સોલંકીનો મૃતદેહ મળી આવ્યો (Trusha Solanki murder casa)
યુવતી મામાના ઘરે રહીને કોમ્પિટિટીવ પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી
વડોદરામાં (Vadodara) વધુ એક યુવતીની ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. તરસાલી બાયપાસ પાસે ધનિયાવી રોડ પર 19 વર્ષની તૃષા સોલંકીનો મૃતદેહ મળી આવ્યો છે તેનો જમણો હાથ કપાયેલી હાલતમાં હતો.
યુવતીના મોઢા અને ગાલ પર પણ ધારદાર હથિયારથી ઇજા પહોંચાડી હોવાના નિશાન મળ્યા છે. ઘટનાની જાણ થતા રાત્રે જ મકરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
જાણકારી અનુસાર, યુવતી સવારે ક્લાસમાં ગઈ હતી અને મોડી સાંજે ક્લાસમાંથી પરત આવતી હતી. પોલીસે ક્લાસમાં યુવતી સાથે અભ્યાસ કરતા યુવક યુવતીઓની પણ પૂછપરછ હાથ ધરી છે.
યુવતી મૂળ પંચમહાલના સામલી ગામની રહેવાસી હતી. હાલ તે વડોદરાના માણેજા વિસ્તારમાં તેના મામાના ઘરે રહીને કોમ્પિટિટીવ પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. પોલીસને યુવતીનો મોબાઇલ ફોન મળ્યો નથી. મોબાઇલ ફોન હત્યારો પોતાની સાથે લઇ ગયો હોવાની શંકા જણાઈ રહી છે. પોલીસે યુવતીના મોબાઇલ નંબરના આધારે તેની કોલ ડિટેલ્સ મંગાવી છે. જેના આધારે અનેક ભેદ ખુલી શકે.
For more updates follow Netafy.