Menu Close

વિદ્યાર્થીઓ, શરુ કરી દે તૈયારીઓ! ગુજરાત બોર્ડે જાહેર કરી પરીક્ષાની તારીખો અને ટાઈમટેબલ

gujarat-board-issues-exam-dates-and-timetable

આગામી 28 માર્ચ થી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે

રાજ્યભરમાં શાળાઓ દ્વારા 100% ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરીને ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા પરિક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરિક્ષાઓ યોજાશે. (GSEB HSC exams 2022 are going to be conducted from March 28 to 12 April 12,2022 and GSEB Class 10th exams will start from March 28,2022, and end on April 9,2022)

તેમજ બોર્ડ દ્વારા થીયરીની પરીક્ષા માટે જે સેન્ટર નક્કી કરવામાં આવશે ત્યાજ પ્રેક્ટીકલની પરીક્ષા પણ લેવાશે.

ધોરણ 10ની પરીક્ષાનું ટાઈમટેબલ (સમય : સવારે 10 થી 1.15)

તારીખ વિષય
28 માર્ચ ગુજરાતી
30 માર્ચ ગણિત
31 માર્ચ સ્ટાન્ડર્ડ ગણિત
04 એપ્રિલ વિજ્ઞાન
05 એપ્રિલ સામાજિક વિજ્ઞાન
07 એપ્રિલ ગુજરાતી
08 એપ્રિલ અંગ્રેજી
09 એપ્રિલ હિન્દી

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ (સમય બપોરે 3 થી 6.15)

તારીખ વિષય
28 માર્ચ એકાઉન્ટ
29 માર્ચ આંકડાશાસ્ત્ર
30 માર્ચ તત્વજ્ઞાન
31 માર્ચ અર્થશાસ્ત્ર
04 એપ્રિલ વાણિજ્ય વ્યવસ્થા
05 એપ્રિલ અંગ્રેજી, ગુજરાતી (દ્વિતિય ભાષા)
06 એપ્રિલ ગુજરાતી (પ્રથમ ભાષા)
09 એપ્રિલ કોમ્યુટર
12 એપ્રિલ સમાજશાસ્ત્ર

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ટાઈમ ટેબલ (સમય બપોરે 3 થી 6.30)

તારીખ વિષય
28 માર્ચ ભૌતિક વિજ્ઞાન
30 માર્ચ રસાયણ વિજ્ઞાન
01 એપ્રિલ જીવવિજ્ઞાન
04 એપ્રિલ ગણિત
6 એપ્રિલ અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા
08 એપ્રિલ ગુજરાતી પ્રથમ ભાષા

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *