વડોદરા શહેરની 24 વર્ષીય ક્ષમા બિંદુ (Kshama Bindu) પોતાની જાત સાથે લગ્ન (Self marriage) કરી રહી છે.
આ યુવતી દેશ અને ગુજરાતની પ્રથમ યુવતી હશે જે આટલી નાની વયે પોતાની જાત સાથે લગ્ન કરી રહી છે.
આ યુવતી મૂળ બિહારની વતની છે.અને વડોદરામાં છેલ્લા 4 વર્ષથી રહે છે. ક્ષમા બિંદુએ જણાવ્યું હતું કે, તેઓ ક્યારેય લગ્ન કરવા માંગતા ન હતાં.
જેથી તેઓએ પોતાની જાત સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આ પ્રકારે દેશમાં અન્ય કોઈ મહિલાએ પોતાની જાત સાથે લગ્ન કર્યા છે કે કેમ તે તપાસવા તેમણે ઓનલાઇન ઘણું શોધ્યું પણ કંઈજ મળ્યું ન હતું.
તેઓ દેશમાં એક માત્ર સ્ત્રી હશે જે સ્વ પ્રેમનું ઉદાહરણ સ્થાપિત કરશે. વધુમાં તેમને જણાવ્યું કે, અન્ય લોકો જે વ્યક્તિને પ્રેમ કરે છે તેનીજ સાથે લગ્ન કરે છે તેમ તેઓ પણ પોતાની જાતને પ્રેમ કરે છે અને લગ્ન કરશે.
આ નિર્ણયથી તેઓનાં માતા પિતાએ પણ તેમને આશીર્વાદ આપ્યાં છે.
તેમણે જણાવ્યું કે, તેઓ આવનાર 11 જૂનનાં રોજ ગોત્રી ખાતે આવેલ મંદિરમાં પોતાની જાત સાથે લગ્ન કરશે.
આ લગ્નમાં તેમનાં અંગત મિત્રોને ઓનલાઇન આમંત્રણ આપવામા આવ્યું છે. અને લગ્નની પણ ધામ ધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. તેઓ લગ્ન બાદ હનીમૂન માટે ગોવા જશે.
For more news click on Netafy-News Vadodara.