નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા વાળી મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ ફુડ ટેસ્ટીંગ વાન થકી નમુનાઓનું પરીક્ષણ કરાશે
આ પ્રસંગે મેયર શ્રી કેયુર રોકડીયા (Mayor Keyur Rokadia), ડે. મેયર નંદા જોષી (Dy. Mayor Nanda Joshi), સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.હિતેન્દ્ર પટેલ (Standing Committtee Chairman Dr.Hitendre Patel), આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડૉ.રાજેશ શાહ (Health Committee Chairman Dr.Rajesh Saha) તથા વોર્ડના કોર્પોરેટર, પ્રમુખ, મહામંત્રી સહીત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવા માટે અદ્યતન સાઘનોથી સજ્જ ફુડ સેફટી ઓન વ્હીલ્સ નું લોકાર્પણ કરાયુ. જે અંતર્ગત મોબાઈલ વાન તથા રોડનું ખાત મુહૂર્ત કરી જરૂરીયાતમંદોને વ્હીલચેર આપવામાં આવી.
લોકોને જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર ધ્વારા ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વડોદરા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ ફુડ ટેસ્ટીંગ વાન થકી નમુનાઓનું ચેકીંગ કરવામાં આવશે.
આ મોબાઈલ વાનમાં જે લોકો સામેથી ટેસ્ટીંગ માટે ખાદ્ય પદાર્થ લઈને આવશે તો તેનું પણ વિનામુલ્યે ટેસ્ટીંગ પણ કરી આપવામાં આવશે. જો સેમ્પલમાં ભેળસેળ જોવા મળશે તો તેની સામે કાયદાકીય રીતે કડક પગલા લેવામાં આવશે.
આ પ્રસંગે મેયર શ્રી કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયરશ્રી નંદાબેન જોષી, અધ્યક્ષ શ્રી ડૉ.હિતેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રી ડૉ.રાજેશભાઈશાહ તથા વોર્ડના કોર્પોરેટર પ્રમુખ મહામંત્રી સહીત અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા.