Menu Close

દલિતો માટે સતત અવાજ ઉઠાવતા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે કરી ધરપકડ

Gujarat-MLA-jignesh-mevani-arrested-by-Assam-Police-Netafy-News.

મારી કઈ ટ્વીટ મામલે મારી ધરપકડ કરવામાં આવી છે એની પોલીસે મને કોઇ માહિતી  આપી નથી. “હું કોઈ ખોટી ફરિયાદથી ડરવાનો નથી, હું મારી લડત ચાલુ રાખીશ” :
જીજ્ઞેશ મેવાણીની, ધારાસભ્ય (Gujarat MLA Jignesh Mevani was arrested by the Assam Police last night)

લડાયક યુવાનો સરકાર સામે પ્રજાનો અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ સરકાર ડરાવી રહી છે. પરંતુ અમે ડરીશું નહિ લડીશું: જગદીશ ઠાકોર, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દલિત નેતા અને ગુજરાત વિધાનસભાના સભ્ય જીજ્ઞેશ મેવાણીની બુધવારે મધ્યરાત્રિએ આસામ પોલીસે ધરપકડ કરી હતી. જાણકારી અનુસાર મેવાણી પાલનપુર ખાતે સર્કિટ હાઉસમાં રોકાયા હતા તે દરમિયાન આસામ પોલીસે તેમની અટકાયત કરી (Jignesh Mevani was arrested from a Circuit House in Palanpur) ગુવાહાટી લઈ જવા માટેની તૈયારી કરી લીધી હતી.

ધરપકડ થતા મેવાણીના ટેકેદારોએ કહ્યું કે, કયા કારણોસર તેમની ધરપકડ કરવામાં આવી છે તે અંગે કોઇ જાણકારી નથી.

માહિતી અનુસાર સોશિયલ મીડિયા ઉપર આસામ ખાતે કરવામાં આવેલી ફરિયાદીની ફરિયાદ વાયરલ થઈ છે.

તા. 18 એપ્રિલે જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાનને સંબોઘી એક ટ્વીટ કરી હતી. ફરિયાદીએ જણાવ્યું કે, આ પ્રકારના ટ્વીટથી સમાજમાં એખલાસ ડહોળાય છે જેથી  ટ્વીટ કરનાર મેવાણી સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

આ મુદ્દે મેવાણીએ કહ્યું કે મારા કયા નિવેદન કે ટ્વીટ મામલે મારી ધરપકડ કરવામાં આવી છે એની પોલીસે મને કોઇ સચોટ માહિતી આપી નથી. (Police refused to show an FIR or reveal the reason for arresting Jignesh Mevani) તેમજ તેમણે કહ્યું કે, હું કોઈ ખોટી ફરિયાદથી ડરવાનો નથી, હું મારી લડત ચાલુ રાખીશ.

મેવાણીના સમર્થનમાં કોગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના ધારાસભ્યોએ અમદાવાદ એરપોર્ટ પર આસામ પોલીસ વિરુદ્ધ નારેબાજી અને સુત્રોચાર કર્યા હતા. (Gujarat Congress president Jagdish Thakor and other Congress leaders rushed to Ahmedabad airport after learning of his arrest and shouted slogans against the BJP government)

 

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *