OTT પ્લેટફોર્મ પર એક વેબસીરીઝ (Web Series) જોઈએ પ્રભાવિત થઈ વડોદરાની યુવતી ક્ષમા બિંદુ (Kshama Bindu) પોતાની સાથેજ લગ્ન કરવા જઈ રહી છે તે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ હવે ધીરે ધીરે તેણીના આ નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે.
વડોદાર શહેરના મહિલા ભાજપ નેતાએ આ યુવતીના લગ્ન મહાદેવ મંદિરમાં ન થાય તે માટે મંદિર પ્રશાસને સૂચના આપી દીધી હોવાનું જણાયું છે.
સુનીતાબેન શુક્લએ જણાવતા કહ્યું કે, આ પ્રકારના લગ્નનો કાયદાકીય રીતે યા તો સામાજિક રીતે કોઈ દરોજજો સ્વીકાર્ય નથી. (Sunitaben Shukla said that this type of marriage is not legally or socially accepted) તેણીને જો કોઈ મુશ્કેલી હોય કે પછી કોઈ સમસ્યા હોય તો ગીતા વાંચે, તેમાં દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન છે.
પરંતુ તેણીનો આ નિર્ણય અયોગ્ય છે, તેના આમ કરવાથી જો લોકો તેને અનુસરશે તો તે સમાજ માટે ઘાતક પુરવાર થશે. કોઈ વેબ સિરીઝ જોઈ તેનાથી પ્રભાવિત થઈ આવા ઉતાવળ્યા નિર્ણય ન લઈ શકાય. પ્રતિક્રિયા આપતા યુવતી ક્ષમાબિંદુએ જણાવ્યું કે જો હોમોસેકસ્યુઅલ, ગે અને લેસ્બિયન જેવા સંબંધો સ્વીકાર્ય હોય તો આત્મવિવાહ કેમ નહિ? તેણી એ દરેક પ્રકારના સંબંધોનો અનુભવ કરી લીધો છે, તે પછી ઘણું વિચાર્યા પછી જ આ નિર્ણય પર પહોંચ્યા છે.
તો તેમનો આ નિર્ણય ઉતાવળમાં લીધેલ નથી. તેમને સ્વીકાર કરતા કહ્યુકે, તેમના સંબંધ પુરુષ સાથે અને મહિલા સાથે પણ રહી ચૂક્યા છે, તેઓ ખુદ બાઈસેક્સ્યુઅલ છે.
પરંતુ તેઓ લગ્ન તો પોતાની સાથે જ કરવા માગે છે. તેમનો આ નિર્ણય કેટલો યોગ્ય છે એ તો આવનાર સમય જ બતાવશે.
Follow Netafy News & Stay updated with vadodara local news.