– ભાજપ (BJP) ના મોટા માથાઓને આમંત્રણ આપ્યું પણ કોઈ ન ફરકતા ફિયાસ્કો થયો
– કોંગ્રેસના મોટા નેતાઓએ હાજરી આપી
સોશિયલ મીડિયા પર પણ લોકોએ હાર્દિકનો (Hardik patel) ઉધડો લેતાં કહ્યું, પહેલાં પાટીદાર પાટીદાર સમાજનો ઉપયોગ કરી કોંગ્રેસમાં ગયો, હવે પિતાની પુણ્યતિથિના નામે ભાજપમાં જોડાવું છે.
અન્યે યુઝરે કહ્યું, “જે તેના પિતાની શોકસભાનો રાજકારણમાટે ઉપયોગ કરે એ શું સમાજનો ઉદ્ધાર કરશે?”
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિએ વીરમગામ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. (Hardik Patel organized a tribute program at Viramgam – his father’s first death anniversary) જેમાં તેમણે વિવિધ પક્ષોના મોટા માથાઓને આમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમમાં કોંગ્રેસના મોટા આગેવાનો હાજર રહ્યા હતા. (Congress leaders attended the program) પરંતુ ભાજપમાંથી કોઈ મોટા આગેવાનો ન દેખાતા હાર્દિકના શક્તિ પ્રદર્શનનો ફિયાસ્કો થયો હતો.
વળી બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ હાર્દિક વિરુદ્ધ અનેક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જેમાં એક યુઝર્સે હાર્દિક તારા વળતાં પાણી કહી લખ્યું હતું કે, “તકસાધુ હાર્દિક પટેલે હવે રામના નામે ભાજપમાં જવા પોતાના પિતાની પુણ્યતિથિનો સહારો લીધો?” અન્ય યુઝરે ઉધડો લેતાં કહ્યું, પહેલાં પાટીદાર સમાજનો ઉપયોગ કરી કોંગ્રેસમાં ગયો, હવે પિતાની પુણ્યતિથિના નામે ભાજપમાં જોડાવું છે.
બીજી તરફ રાજકીય વર્તુળમાં ચર્ચાઓએ વેગ પકડ્યો કે, હાર્દિકે ભાજપમાં જવા માટે ભાજપનું જ તીકડમ અપનાવ્યું છે. ભાજપ પણ પુણ્યતિથિએ આવા રાજકીય ખેલ રમે છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્માએ કહ્યું કે પાર્ટીમાં રીસામણા- મનામણાં ચાલ્યા કરે. પાર્ટી શિસ્તથી ચાલે છે અને કોઈ સમસ્યા હોય તો પાર્ટીના પ્લેટફોર્મ પર જણાવવી જોઈએ.
For more news click on Netafy-News Vadodara.